બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / Major tragedy in Indonesia: Speed boat carrying 78 passengers sinks, 11 dead

BREAKING / ઇન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના: એકસાથે 78 યાત્રિકોને લઇ જઇ રહેલી સ્પીડ બોટ ડૂબતા 11નાં મોત, 9 લાપતા

Priyakant

Last Updated: 11:44 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indonesia Boat Sinking News: ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટના શુક્રવારે (28 એપ્રિલ) વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ જૂથો પાસે બની,  સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ

  • દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયાથી એક મોટા અને દુ:ખદ સમાચાર
  • ઈન્ડોનેશિયામાં 78 લોકોને લઈને જતી એક સ્પીડબોટ ડૂબી ગઈ 
  • સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ 

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયાથી એક મોટા અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહી 78 લોકોને લઈને જતી એક સ્પીડબોટ ડૂબી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. એક ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટના શુક્રવારે (28 એપ્રિલ) વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ જૂથો પાસે બની હતી. સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ હતી. 

ઈન્ડોનેશિયામાં આ ઘટના બાદ પેકનબારુ સર્ચ અને રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. એજન્સી ચીફ ન્યોમન સિધાકાર્યએ જણાવ્યું કે 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે દુર્ઘટનાનો ભોગ બનેલા મોટા ભાગના મહિલાઓ અને બાળકો છે. ન્યોમન સિદ્ધકાર્યના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ અત્યાર સુધીમાં 58 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમના સિવાય પણ ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તણાઈને બેહોશ થઈ ગયા હતા. હજુ પણ ઘણા લોકોની શોધ ચાલુ છે.

માછીમારી બોટ પણ કરી રહી છે બચાવ કાર્ય 
સ્થાનિક ટેલિવિઝન ફૂટેજમાં લોકો ફિશિંગ બોટમાં ડૂબી ગયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થળ પર ઘણા ડાઇવર્સ લોકોને બચાવવા માટે પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ડૂબતી સ્પીડબોટનું નામ એવલિન કેલિસ્ટા 01 જણાવવામાં આવી રહ્યું છે. જેમાં મોટાભાગના મુસાફરો પરિવાર સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

સ્થાનિક પોલીસ વડા નોરહાયતે જણાવ્યું હતું કે સ્પીડબોટ ડૂબી જવાના કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક બચી ગયેલા લોકોએ સત્તાવાળાઓને જણાવ્યું કે જોરદાર પવનને કારણે સ્પીડબોટ એક મોટા લોગ સાથે અથડાયા બાદ અચાનક પલટી ગઈ હતી. જણાવી દઈએ કે, ઈન્ડોનેશિયામાં બોટ અકસ્માતો અવારનવાર થાય છે. તેનું કારણ એ છે કે આ દેશ 17,000 થી વધુ ટાપુઓ પર વસે છે. અહીં ફેરી સર્વિસ, બોટ અને જહાજનો સામાન્ય રીતે પરિવહન તરીકે ઉપયોગ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ