બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Major terrorist attack in Moscow, indiscriminate firing by gunmen in army uniform, 15 dead, many injured

BIG NEWS / રશિયાના મોસ્કોમાં મોટો આતંકી હુમલો, શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 40ના મોત, 100થી વધુ ઘાયલ

Pravin Joshi

Last Updated: 12:36 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્કોના એક શોપિંગ મોલમાં મોટો આતંકી હુમલો થયો છે. પાંચ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 40થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

રશિયાની રાજધાની મોસ્કોથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના એક શોપિંગ મોલમાં આતંકી હુમલો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે યુનિફોર્મ પહેરેલા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 40થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હુમલાખોરોની સંખ્યા પાંચ હોવાનું કહેવાય છે. ફાયરિંગ બાદ મોલમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હુમલાખોરો લશ્કરી વર્દીમાં હતા. હુમલાખોરોએ મોલમાં ગ્રેનેડ પણ ફેંક્યો હતો, જેના કારણે મોલમાં જોરદાર આગ લાગી હતી. હજુ પણ સેંકડો લોકો મોલમાં ફસાયા હોવાની આશંકા છે.

વધુ વાંચો : પહેલી વાર અમેરિકાએ ચીન પાસે જઈને ઝીંકી મોટી મિસાઈલ, ખળભળી ઉઠ્યું

કોન્સર્ટ હોલ આગમાં લપેટાયેલો

રશિયન સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, લડાયક ગણવેશમાં સજ્જ બંદૂકધારીઓએ શુક્રવારે મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સમાચાર એજન્સી ધ એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, રશિયન રાજધાનીના પશ્ચિમી કિનારે સ્થિત ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો. બાદમાં વિસ્ફોટના અવાજો પણ સંભળાયા હતા અને કોન્સર્ટ હોલ આગમાં લપેટાયેલો જોવા મળ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Injured Moscow Russia armyuniform dead firing indiscriminate terroristattack terrorist attack in Moscow
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ