બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Mahathug Kiran Patel stole Jagadishpuram bungalow in the name of Adani contract

BIG NEWS / મહાઠગ કિરણ પટેલે અદાણીના કોન્ટ્રાક્ટના નામે પચાવ્યો જગદીશપુરમ્ બંગલો, ગર્લફ્રેન્ડને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

Malay

Last Updated: 08:25 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાઈમ બ્રાન્ચની આકરી પૂછપરછમાં કિરણ પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો. અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં મહાઠગને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.

 

  • અમદાવાદમાં મહાઠગની પૂછપરછ
  • પૂછપરછ દરમિયાન કિરણ પટેલનો ખુલાસો
  • "અદાણીના કોન્ટ્રાક્ટના નામે બંગલો પચાવ્યો"

મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે જમ્મુ-કાશ્મીરમાંથી કસ્ટડી મેળવીને અમદાવાદ લાવવામાં આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદની મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીને 15 એપ્રિલના રોજ કોર્ટમાં ફરી રજૂ કરાશે. પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. મહાઠગ કિરણ પટેલની ક્રાઈમબ્રાંચના અલગ-અલગ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

Topic | VTV Gujarati

કિરણ પટેલની અલગ-અલગ અધિકારી દ્વારા પૂછપરછ 
ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલો કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે પોપટની જેમ જવાબ આપી રહ્યો છે. તેને ખબર પડી ગઈ છે કે, જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે. મહાઠગની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઠગે મોટા બિઝનેસમેનને કશ્મીરમાં રોકાણની લાલચ આપી હતી. આ ઉપરાંત તેણે ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાની મુલાકાત લીધી હોવાનું પણ સ્વીકાર્યું છે.

કિરણ પટેલને બંગલો પર લઈ જઈ કરાશે તપાસ
‘જગદીશપુરમ્’ બંગલાને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મહાઠગે જણાવ્યું છે કે, અદાણીના કોન્ટ્રાક્ટના નામે જગદીશપુરમ્ બંગલો પચાવ્યાનું પણ કિરણ પટેલે સ્વીકાર્યું છે. તેને બંગલા પર લઈ જઈને તપાસ કરવામાં આવશે. કિરણ પટેલ પાસે 3 બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 3 વર્ષના સ્ટેટમેન્ટની તપાસ કરશે.

ઠગની પત્ની માલિની પટેલની પણ થઈ છે ધરપકડ
આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી હતી. મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી.  બોગસ ડોક્યુમેન્ટના આધારે બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો જે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદને લઈ માલિનીની પણ ધરપકડ કરાઈ હતી. 

કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ અંગે ક્રાઈમ બ્રાન્ચના DCPનું નિવેદન |  Statement of DCP of Crime Branch regarding the arrest of Kiran Patel's wife Malini  Patel
કિરણ પટેલી પત્ની માલિની

કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર
પોલીસ બંદોબસ્તમાં મહાઠગ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને 15 એપ્રિલના રોજ કોર્ટમાં ફરી રજૂ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ