બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / maharashtra assembly election shiv sena aditya thackeray total assets value

મુંબઇ / BMW કાર, સોનું, જમીન: આટલા કરોડની સંપત્તિના માલિક છે આદિત્ય ઠાકરે

Published By: Krupa

Last Updated: 03:38 PM, 3 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠાકરે ખાનદાન માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો. પહેલી વખત ઠાકરે પરિવારના કોઇ સભ્યે ચૂંટણી નામાંકન ભર્યું, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ વર્લી સીટથી ગુરુવારે નામાંકન દાખલ કર્યું છે. એ દરમિયાન આદિત્ય ઠાકરેની કુલ સંપત્તિની પણ જાણકારી સામે આવી છે.

  • આદિત્ય ઠાકરેની પાસે આશરે 16 કરોડની કુલ સંપત્તિ
  • આદિત્ય એક BMW કાર અને ખેતીની જમીનના માલિક
  • આદિત્યની પાસે 64 લાખ રૂપિયાથી વધારે કિંમતનું સોનું

ઠાકરે ખાનદાન માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો. પહેલી વખત ઠાકરે પરિવારના કોઇ સભ્યે નામાંકન દાખલ કર્યું. એ દરમિયાન આદિત્ય ઠાકરેની કુલ સંપત્તિની જાણકારી સામે આવી. આદિત્ય ઠાકરેની પાસે આશરે 16 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 

આદિત્ય ઠાકરેના સોગંદનામામાં જાણકારી આપી છે કે એમના હાથમાં 30000 હજાર રૂપિયા કેશ છે. જ્યારે 10 કરોડ 36 લાખ 15 હજાર 218 રૂપિયા બેંકમાંજમા છે. આદિત્યનું રોકાણ આશરે સાડા 20 લાખનું છે, જ્યારે એની પાસે એક BMW કાર છે જેની કિંમત સાડા 6 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. આ ઉપરાંત આદિત્યની પાસે 64 વાખ 64 હજારની જ્વેલરી છે. તો બીજી બાજુ 10 લાખ 22 હજારની અન્ય સંપત્તિ છે, આ પ્રકારે આદિત્યની પાસે કુલ 11 કરોડ 38 લાખ 5 હજાર 258 રૂપિયાની ચલ સંપત્તિ છે. ના લોન, ના કોઇ આપરાધિક કેસ. 

તો બીજી બાજુ અચલ સંપત્તિની વાત કરવામાં આવે તો એની પાસે કુલ 4 કરોડ 67 લાખ 6 હજાર 914 કંપનીની સંપત્તિ છે. આદિત્ય ઠાકરેએ પોતાના સોગંદનામામાં જે જાણકારી આપી છે એમાં જણાવવામાં આવ્યું છે કે એમની પર કોઇ લોન નથી અને ના કોઇ ગુનો એમની વિરુદ્ધ છે. 

આદિત્ય ઠાકરેએ નામાંકન પહેલા મુંબઇમાં મોટો રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Aditya Thackeray Maharashtra assembly election Mumbai Shiv Sena આદિત્ય ઠાકરે Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ