મહામંથન / સંતો-મહંતો પર હુમલા કેમ થાય છે? આક્રોશ બાદ માફીથી મામલો પતી જાય છે?

પાછલા કેટલા સમયમાં મોરારિબાપુએ કૃષ્ણ પર એક નિવેદન કરતા વિવાદ થયો અને બાદમાં માફી પણ માગી. પરંતુ વર્તમાન સમયમાં ભાજપના પૂર્વ MLA એવા પબુભા માણેકે મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો અને ચારેય બાજુથી વિરોધનો વંટોળ ઉભો થયો. વિરોધ વધતા વિવિધ સમાજના લોકોએ આવેદનપત્રથી લઈને પબુભા સામે કડક કાર્યવાહીની માગ પણ કરી. બીજી બાજુ પબુભા માણેક હજુ બાપુની માફી માગે છે કે નહીં તેના સૌની નજર છે. જોકે અહીં સવાલ એ છે કે આક્રોશ બાદ માફીથી મામલો પતી જાય છે. આવેશમાં સંત પર લોકો આકરા કેમ થઈ જાય છે. સંતો પર હુમલા કેમ કરવામાં આવે છે. શું હુમલો, વિરોધ કે પછી વાણી વર્તન અચાનક બદલાઈ જાય છે કે પછી પ્રિ પ્લાનેડ હોય છે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ