બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 12:01 PM, 5 May 2021
ADVERTISEMENT
એલપીજી ગેસ સિલિન્ડર ખરીદદારોને આ મહિને મોટી રાહત મળી છે. સરકારે સતત વધી રહેલાં સિલિન્ડરના ભાવથી રાહત આપી છે. જોકે, આ રાહત સામાન્ય લોકોને નહીં પરંતુ નાના દુકાનદારો અને હોટલના માલિકોને આપવામાં આવી છે. હકીકતમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આ મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં 45.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. 1 મેથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના નવા દર અમલમાં આવ્યા છે.
આ છે નવા રેટ
ADVERTISEMENT
14.2 કિલોવાળા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઇએ કે ગત મહિને ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત હવે 809 રૂપિયા છે. દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની હાલની કિંમત 809 રૂપિયા છે. જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા કરી હતી. આ પછી 15 ફેબ્રુઆરીએ ભાવ વધીને 769 રૂપિયા થઈ ગયો. 25 ફેબ્રુઆરીએ એલપીજી સિલિન્ડરની કિંમત 794 રૂપિયા કરવામાં આવી હતી. સાથે જ માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત વધારીને 819 રૂપિયા કરવામાં આવી હતી.
દર મહિને કિંમતો બદલાતી રહે છે
ગયા વર્ષે ડિસેમ્બર -2020થી ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે સમયે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી. આ પછી ઘરેલુ ગેસના ભાવમાં સતત વધારો થયો છે. આ મહિનામાં પણ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓઇલ કંપનીઓ ફરીથી કિંમતોમાં ઘટાડો કરી શકે છે, પરંતુ એવું કંઈ થયું નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.