બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:07 AM, 24 July 2021
ADVERTISEMENT
સિલિન્ડરમાં જોઈ શકાશે કે કેટલો ગેસ બચ્યો છે
ફાઈબરથી બનેલા કંપોઝિટ સિલિન્ડરમાં વધારેમાં વધારે 10 કિલો ગેસ આવશે. સિલિન્ડરનો કેટલોક ભાગ પારદર્શી હશે જેનાથી તમે કેટલો ગેસ બચ્યો છે તે પણ જોઈ શકશો. સાથે જ ગેસ સિલિન્ડરની ખરીદી સમયે પણ ગેસ પૂરો છે કે નહીં તે તપાસી શકશો. કંપોઝિટ ગેસ સિલિન્ડર 5 અને 10 કિલોના વજનમાં મળશે. જો તમે ઘરમાં વધારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા નથી તો તમે 10 કિલોના કે પછી 5 કિલોના ગેસ સિલિન્ડરને ખરીદી શકો છો.
ADVERTISEMENT
વજનમાં હલકા અને રંગીન એલપીજી ગેસ સિલિન્ડર તમને જૂના બાટલાથી રાહત આપશે. આ સાતે તે જૂના સિલિન્ડરી સરખામણીએ ફાઈબરથી બન્યા હોવાના કારણે 50 ટકા હલકા રહેશે. આ સાથે તેની ખાસ ડિઝાઈન તેને આકર્ષક પણ બનાવશે. આ સિલિન્ડરમાં કાટ લાગવાની સમસ્યા પણ રહેશે નહીં. હાલમાં તો આ સિલિન્ડર ફક્ત દિલ્હી અને હૈદરાબાદમાં મળી રહ્યા છે. તમે આ સિલિન્ડર મેળવવા ઈચ્છો છો તો તમે નજીકના ઈન્ડેન વિતરકનો સંપર્ક કરી શકો છો અને તેને માટેની જાણકારી લઈ શકો છો.
જૂના સિલિન્ડર સાથે કરી શકાશે એક્સચેન્જ
જો તમારે આ નવા સિલિન્ડર જોઈએ છે તો તમે સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવો તે જરૂરી છે. 10 કિલોના સિલિન્ડર માટે 3350 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ છે અને 5 કિલોના સિલિન્ડર માટે તેની કિંમત 2150 રૂપિયા રખાઈ છે. જો તમે ઈન્ડેનના ગ્રાહક છો તો તમે હાલના સિલિન્ડરને નવા કમ્પોઝિટ સિલિન્ડરની સાથે એક્સચેન્જ કરી શકો છો. સિક્યોરિટી ડિપોઝિટનું અંતર તમારે આપવાનું રહેશે. સામાન્ય સિલિન્ડરની જેમ જ આ કંપોઝિટ સિલિન્ડરની હોમ ડિલિવરી કરાય છે. ઈન્ડેનના ડિસ્ટ્રીબ્યુટર તેને તમારા ઘરે પહોંચાડે છે. ઇન્ડિયન ઓઈલ તેના ગ્રાહકો માટે ખાસ એકસ્ટ્રા તેજ સિલિન્ડર પણ લાવી છે. કંપનીનો દાવો છે કે તેનાથી તમે 5 ટકા ગેસની બચત કરી શકો છો. આ સિવાય તેમાં ખાવાનું પણ જલ્દી બને છે. આ સિલિન્ડર ભૂરા રંગનો હશે. ઘરેલૂ ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકશે નહીં, તે ફક્ત કર્મશિયલ લોકો માટે છે.
Indaneના Smart સિલિન્ડર
ઈન્ડેન કંપોઝિટ સિલિન્ડર સાધારણ સિલિન્ડરથી વધારે મજબૂત અને સુરક્ષિત રહે છે. તેને 3 ભાગમાં તૈયાર કરાયા છે. એક બ્લો મોલ્ડ હાઈ ડેન્સિટી પોલિઈથાઈલીન ઈનર લાઈનરથી બનેલો હોય છે. જે પોલીમર લિપટે ફાઈબર ગ્લાસની એક લેયરથી ઢંકાયેલો હોય છે અને બહાર HDPE જેકેટમાં ફિટ હોય છે.
ક્યાં ક્યાં મળી રહ્યા છે આ સિલિન્ડર
ઈન્ડિયન ઓઈલની યોજના છે કે તેને દેશભરમાં લોન્ચ કરવામાં આવે. પણ હાલમાં અમુક જગ્યાઓએ જ મળી રહ્યા છે. વધારે માહિતિ માટે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફોન કરવાનો રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.