બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPG ની ક્વિક ડિલીવરી... ઓર્ડર કરતા જ અડધો કલાકમાં ઘરે પહોંચશે! કનેક્શનની પણ 'No Tension'

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / LPG ની ક્વિક ડિલીવરી... ઓર્ડર કરતા જ અડધો કલાકમાં ઘરે પહોંચશે! કનેક્શનની પણ 'No Tension'

Last Updated: 02:15 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર વધી ગયો છે અને હોરમૂઝની સામુદ્રધુની સાથે વિશ્વની 20 % તેલ અને ગેસની જરૂરિયાતો પૂરી પાડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, તેઅમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર વધી ગયો છે અને હોરમૂઝની સામુદ્રધુની સાથે વિશ્વની 20 % તેલ અને ગેસની જરૂરિયાતો પૂરી પાડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, તે પણ બંધ છે. આવી પરિસ્થિતિની અસર અગાઉ વૈશ્વિક તેલ અને ગેસ સંકટના સ્વરૂપમાં જોવા મળી છે. પણ બંધ છે. આવી પરિસ્થિતિની અસર અગાઉ વૈશ્વિક તેલ અને ગેસ સંકટના સ્વરૂપમાં જોવા મળી છે.

1/6

photoStories-logo

1. ઘરના દરવાજા સુધી એલપીજી સિલિન્ડર પહોંચશે

એક સમયે ભારતમાં એલપીજી (LPG)ની ભારે અછત હતી, પરંતુ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી જનતાને રાહત મળી છે. જોકે વૈશ્વિક સ્તરે આવી જ સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે, તેમ છતાં ભારતમાં એલપીજી મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જરૂરિયાત હવે સમાપ્ત થઈ ગઈ છે. હવે તમે માત્ર એક ક્લિક દ્વારા અડધા કલાકની અંદર તમારા ઘરના દ્વાર સુધી એલપીજી સિલિન્ડર પહોંચાડી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. LPG માટે સ્વિગી ઇનસ્ટામાર્ટ HPCL માં ડીલ

ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ 'સ્વિગી ઇન્સ્ટામાર્ટ' હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના સહયોગથી આ સેવા શરૂ કરી રહ્યું છે. આવો જાણીએ કે તે કેવી રીતે કામ કરે છે. તેની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે આ સેવા માટે કોઈ ગેસ કનેક્શનની જરૂર નથી. ઇન્સ્ટામાર્ટે મંગળવારે HPCL સાથેની ભાગીદારીમાં આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર ભારતની આ પ્રથમ 'ઓન-ડિમાન્ડ' LPG સિલિન્ડર ડિલિવરી સેવા હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 10Kg LPG નવો સિલેન્ડર અડધા કલાકમાં

'ઇન્સ્ટામાર્ટ' (Instamart) એલપીજી ક્વિક ડિલિવરી સેવાના પ્રારંભિક લોન્ચ માટે બેંગલુરુની પસંદગી કરવામાં આવી છે, જેનાથી ગ્રાહકો એપ દ્વારા HPCLના તાજેતરમાં રજૂ કરાયેલા 'HP Navya' 10 કિગ્રાના કમ્પોઝિટ એલપીજી સિલિન્ડરનો ઓર્ડર આપી શકશે. 'HP Navya' સિલિન્ડર વજનમાં હલકું, કાટ-પ્રતિરોધક અને અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. આ સિલિન્ડર પારદર્શક હોવાથી ગ્રાહકો ગેસનું સ્તર જોઈ શકે છે, અને તેની કોમ્પેક્ટ ડિઝાઈન તેને એપાર્ટમેન્ટ્સ, નાના પરિવારો, નોકરિયાત વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને વધારાના LPG સિલિન્ડરની જરૂર હોય તેવા અન્ય કોઈપણ વ્યક્તિ માટે યોગ્ય બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. LPG કનેક્શન વિના કરો ઓર્ડર

Indtamart-HPCL દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાની એક મુખ્ય વિશેષતા એ છે કે, એપ દ્વારા LPG સિલિન્ડરનો ઓર્ડર આપવા માટે ગ્રાહકો પાસે અગાઉથી કોઈ ઘરેલું LPG કનેક્શન હોવું જરૂરી નથી. આ બાબત આ સેવાને ખાસ કરીને ભાડાના મકાનમાં રહેતા વિદ્યાર્થીઓ, નોકરી કરતા વ્યાવસાયિકો અને નાના પરિવારો માટે ખૂબ જ ઉપયોગી બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કેવી રીતે કામ કરશે LPG ક્વિક ડિલીવરી સર્વિસ?

આ સર્વિસની પ્રોસેસની વાત કરીએ તો, Instamart યૂઝર્સ એપમાં લોગ-ઇન કરી શકે છે, 10 કિગ્રાનું કમ્પોઝિટ LPG સિલિન્ડર અથવા 5 કિગ્રાનું મેટલ LPG સિલિન્ડર પસંદ કરીને તેને પોતાના કાર્ટમાં ઉમેરી શકે છે અને અન્ય કોઈપણ વસ્તુની જેમ જ સરળતાથી તેનો ઓર્ડર આપી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, શરૂઆતની ખરીદીને નવા સિલિન્ડરની પ્રાપ્તિ તરીકે ગણવામાં આવશે. ત્યારબાદના રિફિલ ઓર્ડર, ડિલિવરી સમયે ખાલી HPCL સિલિન્ડર પરત કરીને પૂરા કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આઇડેન્ટિફિકેશન બાદ ડિલીવરી

ઇનસ્ટામાર્ટ પર LPG Navya સિલિન્ડરના ઓર્ડર HPCLના અધિકૃત વિતરણ નેટવર્ક દ્વારા પૂરા કરવામાં આવશે. આ સર્વિસ ટ્રેન્ડ કર્મિયો દ્વારા લાગૂ સેફ્ટી એન્ડ રેગ્યુલેટરી પ્રોટોકોલ અનુસાર પહોંચશે. જે ગ્રાહકો પ્રથમ વખત એપ દ્વારા આ સિલિન્ડર ખરીદશે તેમણે ઓળખની ચકાસણી પૂર્ણ કરવી જરૂરી રહેશે, અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ પ્રક્રિયામાં ડિલિવરીના પુરાવા સંબંધિત દસ્તાવેજીકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

know how it works instamart without gas connection lpg cylinder instantly on swiggy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ