બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / lpg commercial gas cylinders price increased by rs 209 check latest rate update

LPG / ઓકટોબરના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો, ઘરેલુ ગેસના બાટલામાં કોઈ વધારો નહીં

Manisha Jogi

Last Updated: 08:28 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે, જેથી 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો થયો છે.

  • ઓક્ટોબર મહિનાની મોંઘવારી સાથે શરૂઆત
  • LPG સિલિન્ડરની કિંમતમાં વઘારો
  • કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો

ઓક્ટોબર મહિનાની શરૂઆત મોંઘવારી સાથે થઈ છે. 1 ઓક્ટોબર 2023થી LPG સિલિન્ડરની કિંમત વધી ગઈ છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે, જેથી 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો થયો છે. 

દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત
ઓક્ટોબરમાં નવરાત્રી, દશેરાનો તહેવાર છે, જેની પહેલા તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરથી 19 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 1,731.50 રૂપિયા થઈ જશે. 1 સપ્ટેમ્બરે કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 157 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને હવે આ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 

કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં LPG સિલિન્ડરની કિંમત
દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત 1,522 રૂપિયા હતી. કોલકત્તામાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 1,636 રૂપિયા હતી, કોલકત્તામાં 1 ઓક્ટોબરથી LPG સિલિન્ડરની કિંમત 1839.50 થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 1,482 રૂપિયા હતી, મુંબઈમાં 1 ઓક્ટોબરથી LPG સિલિન્ડરની કિંમત 1,684 થઈ ગઈ છે. ચેન્નઈમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 1,898 થઈ ગઈ છે. 

સરકાર તરફથી રાહત
સરકારે 30 ઓગસ્ટે 14.2 કિલોગ્રામના રસોઈગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થતા 1,103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગઈ હતી. અન્ય તમામ શહેરોમાં પણ LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉજ્જવલા યોજના હેઠળ મળતી LPG ગેસ સબ્સિડી વધારીને 400 રૂપિયા કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ મળતા LPG સિલિન્ડરની કિંમત 703 રૂપિયા થઈ ગઈ હતી. 

1 સપ્ટેમ્બર 2023 પહેલા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રાહત આપીને LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 99.75 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. છેલ્લા બે મહિનામાં 19 કિલોગ્રામના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 257 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી રેસ્ટોરન્ટનું બિલ વધી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ