બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / low budget high profit uniq aloe vera farming in Gujarat

ખેતી વાડી / આ ઔષદ્યીની ખેતી એકરે કમાઈ આપશે રૂા. 7 લાખ, રોકાણ ખાલી 50 હજારનું

Gayatri

Last Updated: 05:44 PM, 5 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એલોવેરા એટલે કે કુંવરપાઠાની ડિમાન્ડ વધી છે અને કુંવરપાઠાની ખેતીમાં રોકાણ પણ નહિવત છે. એકરે રૂા. 50 હજારના રોકાણ સામે સાત લાખથી વધુની આવક મેળવી શકાય છે. ઘણી બધી કંપનીઓ પાક રોપતા પહેલા જ ઉત્પાદનની ખરીદી કરી લેતી હોઈ વાવણી અને માવજતમાં પણ સરળતા રહે છે.

એલોવેરા પ્લપ છે ડિમાન્ડમાં

મિત્રો માર્કેટમાં એલોવેરાની પાંદડીઓ 4 થી 7 રૂપિયા કિલો સુધી વેચાઈ જાય છે. જો કે એ કોન્ટ્રાક્ટ પર પણ નિર્ભર કરે છે. જયારે પલ્પ 20 થી 30 રૂપિયા કિલો વેચાય છે. એક  

જમીન

એલોવેરા રેતાળ માટી અને ગરમ તાપમાન વાળા ક્ષેત્રોમાં ઝડપથી વધે છે. અને એની ખેતી કરવા માટે વધારે પાણીની જરૂર પણ નથી પડતી. રોપવા માટે એવી જમીન જુઓ જ્યાં પાણી અને ભેજ ન હોય. અને બીજી એક વાત કે, જમીન થોડી ઊંચાઈ પર હોવી જોઈએ. જેથી વરસાદનું પાણી ત્યાં ભરાય ન રહે.

માવજત

વરસાદ પહેલા ખેતર ખેડવું હિતવાહ રહેશે. અને એક વાર ખેતર ખેડ્યા પછી 12-15 ટન ખાતર ભેળવી બીજી વાર ખેતર ખેડવું જોઈએ. તેમાં છાણિયા ખાતરની સાથે યુરિયા, ફોસ્ફરસ, પોટાશ પણ સમાન રૂપમાં નાખવા જોઈએ. 

વાવણી

1 એકર જમીનમાં લગભગ 16,000 છોડ રોપી શકાય છે. રેતાળ પ્રદેશમાં ઝડપથી થાય છે. ખેતરમાં 50 બાય 50 સેમી. ના અંતર પર ક્યારી બનાવી લો. અને છોડવાને આમ તો ગમે તે સમયે રોપી શકાય છે. પણ અગર જૂન જુલાઈમાં રોપો તો ઉત્પાદન સારૂ થશે. 

કાપણી

કુંવરપાઠાને  8 થી 18 મહિનામાં પહેલી કાપણીની કરવામાં આવે છે. નર્સરીમાં રોપા લાવીને ખેતરમાં વાવવામાં આવે છે. કુંવરપાઠુ જંગલી છોડ છે તે ઉગ્યા બાદ જાતે જ વિસ્તરણ કરે છે. 

કેટલા પ્રકારના કુંવરપાઠા હોય છે

સામાન્ય રીતે કુંવારપાઠુંની ત્રણ જાતો જોવા મળે છે. ભારતીય એલો જાત જાફરાબાદ એલો તરીકે પણ ઓળખાય છે. બીજી જાત બાબૉડોસ એલો વેસ્ટઈંડીઝના ટાપુઓમાં જોવા મળે છે જ્યારે તેની ત્રીજી જાત કેપ એલો દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. આ ત્રણ જાતો પૈકી ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં જાફરાબાદ એલો અને બાબૉડોસ એલો કુદરતી રીતે જોવા મળે છે.

આલેખનઃ Gayatri Joshi

સંકળાયેલા મુદ્દાઓ

Aloe Vera agriculture agro News gujarat એલોવેરા કુંવરપાઠુ Agro News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ