બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Lok Sabha election dates will be announced tomorrow

Lok Sabha Election 2024 / આવતીકાલે જાહેર કરાશે લોકસભા ચૂંટણીની તારીખો, બપોરના 3 કલાકે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Priyakant

Last Updated: 12:49 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News:  કેન્દ્રીય ચૂંટણી પંચે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. જોકે મહત્વનું છે કે, આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. 

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. જોકે હવે એવું સામે આવ્યું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. 

ગત વખતે 7 તબક્કામાં યોજાઈ હતી ચૂંટણી
મહત્વનું છે કે, 2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

વધુ વાંચો: 'બોન્ડના નંબર જાહેર કરો', ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે SBI પર ભડકી સુપ્રીમ કોર્ટ, આપ્યો સોમવાર સુધીનો સમય

જાણો 2019 માં શું પરિણામો આવ્યા હતા ? 
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ