બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lockdown effect Narmada and Sabarmati rivers clean gujarat

VIDEO / લૉકડાઉનમાં પ્રકૃતિની સુંદરતા પરત ફરી, નર્મદાના ચોખ્ખા પાણીમાં પથ્થરો સુદ્ધાં દેખાય છે

Hiren

Last Updated: 03:10 PM, 28 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટને લઇને દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉનને લઇને દેશભરમાં ઊદ્યોગો ઠપ છે. લોકડાઉનમાં કોઈને ફાયદો થયો હોય કે ન થયો હોય પરંતુ પૃથ્વી પરના વાતાવરણમાં ચોક્કસથી બદલાવ આવ્યો છે. ધરતી માટે આ લોકડાઉન એક વરદાન સાબિત થયું છે. જાણે સોનાનો સુરજ ઉગ્યો છે. લોકડાઉન વચ્ચે દેશ માટે સારા સમાચાર એ છે કે દેશની બે પવિત્ર નદી ગંગા અને યમુનામાં પ્રદૂષણ ખુબ ઘટી ગયું છે. ત્યારે નર્મદા અને સાબરમતી નદી પણ સ્વચ્છ થઇ રહી છે. તમે આ તસવીરમાં જોઇ શકો છો કે નર્મદા નદી કેટલી સ્વચ્છ દેખાઇ રહી છે.

  • કોરોના વાયરસનો કહેર
  • લોકડાઉનની હકારાત્મક અસર
  • શુદ્ધ થઇ રહી છે નર્મદા નદી

લોકડાઉનના કારણે તમામ ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. જેની એક હકારાત્મક અસર જોવા મળી છે. વર્ષોથી નર્મદા નદી પર પુજા સહિતની વિધિઓ કરવાના કારણે અને નદીમાં નહાવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓના કારણે નદીમાં ગંદકી જોવા મળી રહી હતી. જો કે લોકડાઉનના કારણે હવે નર્મદા નદી સ્વચ્છ થઇ રહી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેટલાક નર્મદા નદીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં નર્મદા નદી સ્વચ્છ દેખાઇ રહી છે.

મધ્યપ્રદેશના અમર કંટકના મૈકલ પર્વતથી વહેતી નર્મદા મૈયા ગુજરાતમાં પ્રવેશતા નર્મદા બંધ પર અટકે છે અને ત્યાંથી તે ઉત્તર દિશા તરફ વહે છે એટલે ઉત્તરવાહિનીમાં નર્મદા સ્નાનનું અતિ મહત્વનું છે જે કેવડિયાથી 30 કિમી ચાંદોદ પોઇચા સુધી આખો પટ્ટ ઉત્તરવાહિની ગણાય છે જ્યાં અમાસ પૂનમ લાખોની સંખ્યામાં સ્નાન કરવા ભક્તો આવે છે. જો કે હાલ લોકડાઉનના કારણે તમામ વિધિઓ બંધ છે જેને લઇ નર્મદા નદીનું પાણી એકદમ શુદ્ધ થઇ ગયું છે.

બીજી તરફ અમદાવાદમાં હાલ કોરોનાના કારણે સ્થિતિ ગંભીર છે. લોકો ઘરમાં કેદ છે, બજારો બંધ છે, રસ્તાઓ સુમસામ છે છતાં અમદાવાદ ખુશ છે. કારણ કે, લોકડાઉનમાં બીજો કાંઈ ફરેફાર થયો કે નહીં તે તો નથી ખબર પરંતુ અમદાવાદનું વાતાવરણ ચોક્કસથી શુદ્ધ થઈ ચૂક્યું છે. હવા પ્રદૂષણની સાથે-સાથે ધ્વની પ્રદૂષણ ખતમ થઈ ગયું છે. જાણે અમદાવાદ એક નવી દુનિયામાં પ્રવેશી ચૂક્યું હોય. સાથે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી પણ સ્વચ્છ થઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ