Local body election gujarat bjp president cr patil
પસંદગી પ્રક્રિયા /
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : જાણો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓની કેમ માંગી માફી
Team VTV02:22 PM, 10 Feb 21
| Updated: 03:23 PM, 10 Feb 21
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પંચાયતની ચૂંટણીને લઇને ભાજપે ઉમેદવારોની પસંદગી કરી.
પંચાયતની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની કરી પસંદગી
કોર્પોરેશનની જેમની પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે નિયમોને આધારે આપી ટિકિટ
પંચાયતની ચૂંટણીમાં પણ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પંચાયતની ચૂંટણીને લઇને ભાજપે ઉમેદવારોની પસંદગી કરી. જેમાં કોર્પોરેશનની જેમ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે નિયમોને આધારે ટિકિટ આપી.
સીઆર પાટીલે કહ્યું કે લોકશાહીનું જતન ભારતીય જનતા પાર્ટી અને તેમના કાર્યકર્તાઓ કરે છે તેને લઇને હું કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. જ્યારે જેમની પણ ટીકીટ કપાઇ અથવા ભારતીય જનતા પાર્ટી ટીકીટ નહી આપી શકી તેવા તમામ કાર્યકર્તાઓ જે સક્ષમ હોવા છતા ટીકીટ ન મળી તેમની હું માફી માગુ છું.
રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે કોર્પોરેશનની જેમ જ પંચાયતની ચૂંટણીમાં પણ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહી મળે. આ સાથે પંચાયતની ચૂંટણીમાં નેતાઓના સગાઓને પણ ટિકિટ આપવામાં નહીં આવે.
પંચાયતની કુલ 8474 બેઠકોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને ભાજપ કાર્યકરોએ આવકાર્યા છે. જેમાં ભાજપે નક્કી કરેલા નિયમોના આધારે ટિકિટ આપવામાં આવશે.