બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / local body election ahmedabad father and son
ADVERTISEMENT
હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજયની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના વાસણા વોર્ડમાં પિતા-પૂત્ર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં પિતા અને પુત્ર બંને અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
વાસણા વોર્ડમાં પિતા વિનુભાઇ ગોહેલ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે પુત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યાં છે. એક જ ઘરમાં રહેતા પિતા-પૂત્ર ચૂંટણીના મેદાનમાં આમને-સામને જોવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
.jpg)
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને વાસણા વોર્ડમાંથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી રહેલા પિતાએ આપ પર પોતાના પુત્રને ભ્રમિત કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ આપના નેતા એવા પૂત્રએ પિતા કરતા પક્ષને વધારે મહત્વ આપતો હોવાનું જણાવ્યું છે. પુત્રએ પિતા કરતા પક્ષને વધારે મહત્વ આપતો હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
આમ ચૂંટણી સમયે અનેક સમાજ સામસામે આવતા હોય છે. એક જ સમાજમાં ફાંટા પડી જતા હોય છે. હવે તો રાજકારણ ઘરમા ઘુસી ગયું છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં કાકા - ભત્રીજો સામસામે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે વાસણા વોર્ડમાં પિતા - પુત્ર એકબીજાની સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે.
વાસણામાં પિતા વિનુભાઈ ગોહેલ કોંગ્રેસમાંથી અને પુત્ર નિમેષ ગોહેલ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે રાજકારણ કોને કહેવાય? આ સવાલનો જવાબ વાસણા વોર્ડનો ચૂંટણી જંગ છે. પિતા - પુત્ર સામસામે આવી જાય તેને જ કહેવાય રાજકારણ.

ADVERTISEMENT
આમ હવે શહેરમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચંડ પ્રચાર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા વિનુભાઈ ગોહેલ પોતાની પેનલ સાથે વાસણા વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે. વિનુભાઈને પુત્ર અને પિતાના ચૂંટણી જંગ વિષે પ્રશ્ન કર્યો તો વિનુભાઈએ આમ આદમી પાર્ટી સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા દીકરાને ભ્રમિત કરીને આપ તેને ચૂંટણી લડાવી રહી છે.
જ્યારે બીજી તરફ પુત્ર નિમેષ ગોહિલને પિતા સામે ચૂંટણી લડવાનું કારણ પૂછતાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, મારા માટે પિતા નહિ પરંતુ પક્ષ મહત્વનો છે. અરવિંદ કેજરીવાલે શિક્ષણમાં જે કામ કર્યું તેનાથી પ્રેરાઈને હું આપમાં જોડાયો છું. આ સાથે જ તેમણે કોંગ્રેસ અને ભાજપ બંને સામે- સામે આક્ષેપ કરતા જણાવ્યું કે બંને પક્ષોએ સામાન્ય અને ગરીબ લોકો માટે કામ કર્યાં નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.