બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / List of Bank Holidays Bank to open only 3 days in next week

તમારા કામનું / તમારે બેંકનું કામ હોય તો વહેલું પતાવી દેજો, આવતા અઠવાડિયે માત્ર 3 દિવસ જ ખુલ્લી રહેશે બેંક

Vidhata

Last Updated: 10:04 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે બેંકનું કોઈ કામ બાકી હોય ઘરેથી નીકળતા પહેલા એ ચેક કરીને નીકળજો કે એ દિવસે બેંક ખુલી છે કે નહીં, કારણ કે બેંક આવતા અઠવાડિયે માત્ર 3 દિવસ માટે જ ખુલી રહેશે.

જો તમે આવતા અઠવાડિયે બેંકમાં કોઈ કામ માટે જઈ રહ્યા છો, તો ઘરેથી નીકળતા પહેલા એક વખત તારીખ ચેક કરીને ઘરની બહાર નીકળજો, કારણ કે દેશના ઘણા વિસ્તારોમાં બેંકો આવતા અઠવાડિયે માત્ર 3 દિવસ જ ખુલવાની છે. એટલે ઘરેથી એ ચેક કરીને જ નીકળજો કે બેંકમાં રજા છે કે બેંક ચાલુ છે. પછી એવું ન થાય કે તમે ઘરેથી બેંકમાં કામ માટે જાઓ અને ગરમીમાં પરેશાન થઈને પાછા ફરવું પડે.

એપ્રિલમાં બેંકમાં કુલ 14 દિવસની રજાઓ

એપ્રિલ મહિનામાં તહેવારો, બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત કુલ 14 દિવસની બેંકમાં રજાઓ (Bank Holidays) છે. જ્યારે આવતા અઠવાડિયે બેંકો માત્ર 3 દિવસ જ ખુલ્લી રહેવાની છે, કારણ કે આવતા અઠવાડિયે દેશના ઘણા ભાગોમાં હિન્દુ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.

આવતા અઠવાડિયાથી દેશમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થવાની સાથે ગુડી પડવો, વિક્રમ સંવત કે ઉગાદીનો તહેવાર ઉજવવામાં આવશે. આ કારણે દેશના ઘણા રાજ્યોમાં બેંકમાં રજા (Bank Holidays) રહેશે. આ તહેવાર 9 એપ્રિલ 2024 એટલે કે મંગળવારના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે.

આ રાજ્યોમાં બેંકમાં રજા રહેશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની બેંક હોલીડે લિસ્ટ અનુસાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હૈદરાબાદ-આંધ્રપ્રદેશ, હૈદરાબાદ-તેલંગાણા, મણિપુર, ગોવા, જમ્મુ અને શ્રીનગરમાં 9 એપ્રિલે બેંકો બંધ રહેશે. આ સિવાય 11મી એપ્રિલે ઈદ-ઉલ-ફિત્ર અને 13મી એપ્રિલે બીજા શનિવારના કારણે બેંકોમાં રજા (Bank Holidays) રહેશે.

એપ્રિલમાં આટલા દિવસો માટે બેંકમાં રજાઓ રહેશે

આ સિવાય દેશમાં ગુવાહાટી અને શિમલાની બેંકો 15 એપ્રિલ 2024ના રોજ હિમાચલ દિવસના કારણે બંધ રહેશે. રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. રામ નવમીના અવસર પર અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, પટના, રાંચી, શિમલા, મુંબઈ અને નાગપુરમાં બેંકો ખુલશે નહીં. અગરતલામાં 20 એપ્રિલ 2024ના રોજ ગરિયા પૂજાના અવસર પર બેંકો બંધ (Bank Holidays) રહેશે. શનિવાર અને રવિવારે પણ રજાઓ તો છે જ.

વધુ વાંચો: માર્કેટમાં મજા! એક રૂપિયાના શેરે આપ્યું 5700 ટકા રિટર્ન, પૈસા લગાવવાની જામી હોડ

આવી રીતે થશે બેંકનું કામ 

ભલે એપ્રિલમાં 14 દિવસ બેંકો બંધ રહેશે તેમ છતાં ગ્રાહકોને સુવિધા મળે છે. ગ્રાહકો મોબાઈલ અથવા નેટ બેંકિંગ દ્વારા બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તમે રોકડ ઉપાડવા માટે ATM નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગ્રાહકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ