બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Light quality helmet is home to bacteria for hair loss

સાવધાન! / હલ્કી ગુણવત્તાવાળું હેલ્મેટ હોય છે ‘બેક્ટેરિયાનું ઘર’, વાળ ખરવાનું માથે મોટું જોખમ

Published By: Dhruv

Last Updated: 08:24 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારમાં ઠેર ઠેર વેચાઈ રહેલી આઈએસઆઈ માર્કા વગરની, હલકી ગુણવત્તાવાળી અને નકલી હેલ્મેટ લોકોના વાળની સૌથી મોટી દુશ્મન બની રહી છે અને તેના કારણે જ લોકોના વાળ ખરવાની સમસ્યા સતત વધી રહી છે. આંકડાઓ અનુસાર, હાલ દર 50માંથી 10 લોકો તેમના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઈને ડૉક્ટર-ડર્મેટોલૉજિસ્ટ પાસે જઈ રહ્યાં છે.

Helmet wearing

તાજેતરમાં એક રસપ્રદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે, વાળ ખરવાની (hair loss) સમસ્યા લઈને આવનારા 89 ટકા લોકો હલકી ગુણવત્તાવાળી અને નકલી બ્રાન્ડની હેલ્મેટનો ઉપયોગ કરે છે.

આ પ્રકારની હેલ્મેટમાં (helmet) પરસેવો બહાર નીકળી શકે બહારની હવા અંદર પ્રવેશ કરી શકે તેવી કોઈ વ્યવસ્થા જ હોતી નથી. એવા સંજોગોમાં આવી નકલી હેલ્મેટ પહેરનાર વ્યક્તિનું માથું પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, જે બેક્ટેરિયા પેદા થવાનું સૌથી મોટું કારણ છે. આ બેક્ટેરિયા વાળને સાવ નબળા બનાવે છે અને તેના કારણે જ વાળ તૂટીને ખરવા લાગે છે. તબીબોએ સાબિત કરી દીધું છે કે, મોટાભાગે વાળ ખરવાની સ્મસ્યાનું મુખ્ય કારણ હેલ્મેટની ગુણવત્તા જ હોય છે, પણ લોકો આ વાત પ્રત્યે બહુ ગંભીર હોતા નથી.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, સારી ગુણવત્તાવાળી, બ્રાન્ડેડ હેલ્મેટ ત્રણ લેયરમાં બનેલી હોય છે. પહેલી લેયર (સૌથી ઉપરની) પ્લાસ્ટિક, મેટલ કે પછી મિક્સ (બંનેનું મિશ્રણ) હોય છે. બીજી લેટરમાં સ્પંજ અને ત્રીજી લેટરમાં કપડું હોય છે. સારી હેલ્મેટની ખાસિયત એ હોય છે કે, તેની ઉપરની સપાટી પર હવા બહાર નીકળી શકે તે માટે છિદ્ર બનેલા હોય છે. આ નાના છિદ્રોમાંથી હવા બહાર નીકળી જાય છે અને તેના કારણે પરસેવો વળતો નથી. તેનાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે, માથામાં હાનિકારક બેક્ટેરિયા ઉત્પન્ન થતા નથી અને વાળને કોઈ પ્રકારનું નુકસાન થતું પણ અટકે છે.

Helmet wear

આ ઉપરાંત બ્રાન્ડેડ, સારી ક્વોલિટી ધરાવતી હેલ્મેટ માથાની સુરક્ષા માટે પણ બહુ અસરકારક સાબિત થાય છે. સપ્તાહમાં એક દિવસ હેલ્મેટને તાપમાં રાખવી જરૂરી હલકી ગુણવત્તાવાળી, નકલી હેલ્મેટમાં કોઈ લેયર જ હોતી નથી અને હેર વેન્ટિલેશનની સુવિધાનો પણ અભાવ હોય છે. બને ત્યાં સુધી આવી હલકી ગુણવત્તાની હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હોય તો સપ્તાહમાં એક દિવસ હેલ્મેટને સખત તાપમાં રાખવી બહુ જરૂરી છે. આમ કરવાથી હેલ્મેટમાં રહેલા બેક્ટેરિયા અને ફંગસ મરી જાય છે.

હેલ્મેટ પસંદ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન હેલ્મેટ ખરીદતી વખતે કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. હેલ્મેટ હંમેશા તમારા માથામાં એકદમ ફિટ થઈ જાય તેવી હોવી જોઈએ. વધુ પડતી ઢીલી કે વધુ ટાઈટ ફિટિંગવાળી હેલ્મેટ ક્યારેય પહેરવી જોઈએ નહીં. ટાઈટ હેલ્મેટ પહેરતી અને કાઢતી વખતે વાળ ખેંચાય છે અને લાંબાગાળે વાળ ખરવા લાગે છે. આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ પણ ટાઈટ કે ઢીલી હેલ્મેટ યોગ્ય નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Bacteria Hair Health Helmet lifestyle વાળ સ્વાસ્થ્ય હેલ્મેટ Caution!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ