બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 AM, 15 April 2025
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ જાય તો શું થશે?
ADVERTISEMENT
આજના સમયમાં મોબાઈલથી યુપીઆઈ દ્વારા ચુકવણી કરવી આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. પણ જો કોઈ ટેકનિકલ કારણોસર યૂપીઆઈ અચાનક બંધ થઈ જાય તો? આવી સ્થિતિમાં તમે તમારા રોજિંદા ખર્ચાઓની ચુકવણી કેવી રીતે કરી શકશો?
શુ થાય જ્યારે યુપીઆઈ ઠપ થઈ જાય?
ADVERTISEMENT
ફક્ત ભ્રષ્ટાચારના પુલ જ નહિ, ક્યારેક યુપીઆઈ સિસ્ટમ પણ "ક્રેશ" થાય છે. હા, આ ભૂલ ભ્રષ્ટાચારના કારણે નહિ પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે થાય છે. આવું જ ગયા શનિવાર, એટલે કે 12 એપ્રિલે અનેક લોકો સાથે બન્યું હતું. શક્ય છે કે તમે રેસ્ટોરન્ટમાં ખાવા ગયા છો અને ચુકવણી વખતે યૂપીઆઈ બંધ થઈ ગયું હોય. કે પછી કેબમાં મુસાફરી કર્યા પછી પેમેન્ટ કરતી વખતે પણ મુશ્કેલી પડી હશે. કંઈક ખરીદવાનું ઈચ્છો છો અને યૂપીઆઈના કારણે પેમેન્ટ નથી થઈ રહ્યું હોય.

ADVERTISEMENT
15 દિવસમાં 3 વાર યુપીઆઈ બંધ
ગત 15 દિવસમાં યુપીઆઈ સેવા ત્રણ વાર બંધ થઈ ગઈ હતી, જેના કારણે લાખો લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ હતી . 26 માર્ચે લગભગ 3 કલાક માટે સેવા ઠપ રહી. 2 એપ્રિલે પણ કલાકો સુધી પેમેન્ટમાં ખલેલ આવી. અને 12 એપ્રિલે પણ લગભગ 3 થી 4 કલાક યુપીઆઈ સેવ બંધ રહી.
ADVERTISEMENT
યુપીઆઈ કેવી રીતે સંચાલિત થાય છે?
ભારતમાં યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કરે છે, જે RBI અને વિવિધ બેંકો સાથે મળીને કામ કરે છે. એનપીસીઆઈનું કહેવું છે કે આ તકલીફો ટેકનિકલ કારણોસર થઈ હતી.
ADVERTISEMENT

એવી સમસ્યાઓ કેમ થાય છે?
ADVERTISEMENT
વિશેષજ્ઞો કહે છે કે યુપીઆઈ પેમેન્ટનો ભાર વધી જતાં આવી તકલીફો સર્જાય છે. અને આવું ફરીથી પણ થઈ શકે છે.
આંકડાઓ પર નજર કરીએ
હાલ દેશમાં 35 કરોડથી વધુ યુપીઆઈ યુઝર્સ છે. 34 કરોડથી વધુ યૂપીઆઈ ક્યૂઆર કોડ છે. 661થી વધુ બેંકો યુપીઆઈ સાથે જોડાયેલી છે. રોજે રોજ અંદાજે 60 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે . દર કલાકે આશરે 2.5 કરોડ અને દર મિનિટે 4,16,666 ટ્રાન્ઝેક્શન!
યુપીઆઈનો દિનપ્રતિદિન વિકસતો રેકોર્ડ
માર્ચ 2025માં કુલ 1830 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયાં. જેમાં રૂ. 24,77,221 કરોડનું લેવડદેવડ થયું. આ અત્યારસુધીનો સૌથી મોટો મહિનાવાર રેકોર્ડ છે. માર્ચ 2020માં માત્ર રૂપિયા 2,06,462 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. ફક્ત પાંચ વર્ષમાં તેમાં 1100 ટકા ઉછાળો આવ્યો છે. સંખ્યાની દ્રષ્ટિએ પણ 1136 ટકા વધારો નોંધાયો છે.
ઘરેથી નીકળતાં પહેલા થોડી રોકડ જરૂર રાખો
આજની તારીખે પાણીપુરીથી લઈને 5-સ્ટાર હોટલ સુધી, શાકભાજી ખરીદીથી લઈને મૉલમાં શોપિંગ સુધી, બધે યુપીઆઈ ચાલે છે. લોકો હવે રોકડ રૂપિયા રાખતા જ નથી કે બહુ ઓછા રાખે છે. જેના કારણે ગયા શનિવારે હજારો લોકો મુશ્કેલીમાં પડ્યા.
વધુ વાંચો: પોસ્ટ ઓફિસના નામે આવનારા ફ્રોડ SMSથી ચેતી જજો! નહીંતર બેંક એકાઉન્ટ ખાલીખમ
સૂચન
યુપીઆઈ સિસ્ટમ ખૂબ મજબૂત છે અને તે હવે ભૂતાન, શ્રીલંકા, ફ્રાન્સ, સિંગાપુર, UAE સહિત 10થી વધુ દેશોમાં પણ ઉપયોગમાં લેવાય છે. છતાં, ટેકનિકલ તકલીફો અને સિસ્ટમ અપગ્રેડ જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તમારા પર્સ કે વૉલેટમાં થોડી રોકડ જરૂર રાખો. જ્યારે યુપીઆઈ ન ચાલે ત્યારે એ પૈસા ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.