બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / તમારા કામનું / ડિસ્કાઉન્ટ અને ઑફર્સનો થશે વરસાદ! Amazon પર આવી રહ્યો છે બમ્પર સેલ
Last Updated: 01:35 PM, 3 September 2025
તહેવારોની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. નાના- મોટાં સૌ કોઈ તહેવારોમાં ખરીદી કરવાનું લાંબુ લિસ્ટ લઈને બજારમાં જતાં હોય છે. આ લાંબા લિસ્ટની સાથે આપણાં મનમાં બજેટનો પણ વિચાર આવતો હોય છે એટલે આપણે એવી જગ્યા શોધતા હોઈએ છીએ જ્યાં કોઈ ઑફર્સ કે ડિસ્કાઉન્ટ ચાલતું હોય.
ADVERTISEMENT
જો તમે પણ કોઈ સેલની રાહ જોઈ રહ્યા છો અને સસ્તામાં ખરીદી કરવા માંગો છો તો તમારી રાહનો અંત આવ્યો છે, કારણ કે Amazon Great Indian Festival Sale 2025ની જાહેરાત થઈ ગઈ છે. જોકે કંપનીએ સેલની તારીખો હજુ જાહેર કરી નથી.
સસ્તામાં મળશે ઘણું બધું
ADVERTISEMENT
આ સેલમાં તમે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, સાઉન્ડ બાર, લેપટોપ, એસી અને બીજા પ્રોડક્ટ્સ સસ્તામાં ખરીદી શકો છો. આ સેલમાં Samsung Galaxy S24 Ultra પર પણ આકર્ષક ઑફર મળશે. Amazon એ આ સેલ માટેની માઇક્રો સાઇટ લાઈવ કરી દીધી છે.

ADVERTISEMENT
બધા બ્રાન્ડ્સ પર મળશે ડીલ
Amazon Saleમાં iPhone, Samsung, iQOO, OnePlus અને બીજા અનેક બ્રાન્ડ્સના ફોન પર શાનદાર ઑફર્સ મળશે. સેલમાં તમને ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે બેંક ઑફર, એક્સચેન્જ બોનસ અને બીજા ઘણા બેનિફિટ્સ મળશે. તમે આ બધાનો લાભ લઈ શકો છો.
ADVERTISEMENT
શોપિંગ માટેનો બેસ્ટ સમય
જો તમે નવો ફોન, ટીવી, લેપટોપ કે હોમ એપ્લાયન્સ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સેલમાં તમને સારાં ડીલ્સ મળી જશે.
ADVERTISEMENT

ક્યારે શરૂ થશે સેલ?
ADVERTISEMENT
Amazon એ હજુ સુધી ડીલ્સ જાહેર કરી નથી. સાથે જ સેલની તારીખોનું પણ એલાન થયું નથી. શક્ય છે કે આ સેલ 15 સપ્ટેમ્બર પછીથી શરૂ થાય.
સસ્તામાં મળશે લેપટોપ
Amazon Great Indian Festival Sale 2025માં તમે HP નો i5 13th Gen પ્રોસેસરવાળુ લેપટોપ 50 હજારથી ઓછી કિંમતે મેળવી શકો છો.
વહુ વાંચો: iPhone 17 લોન્ચ પહેલા જ સસ્તામાં ખરીદવાનો મોકો, 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
ડિસ્કાઉન્ટ સાથે મળશે બેંક ઑફર
તે જ રીતે Asus VivoBook સીરીઝ, Lenovo IdeaPad અને બીજા બ્રાન્ડના લેપટોપ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. સાથે અનેક ફોન પર પણ તમને બેસ્ટ ડીલ્સ અને બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.