બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / જરુર જાણો! વરસાદના પાણીમાં વાળ ધોવા સારા કે નહીં? એક્સપર્ટ કરી દીધો મોટો ખુલાસો
Last Updated: 08:42 AM, 18 July 2025
વરસાદની ઋતુ ગરમીથી થોડી રાહત લઈને આવે છે. વરસાદ પડે એટલે વાતાવરણ મનમોહક બની જાય છે. ઘણા લોકોને તો છાંટા પડતા વરસાદમાં નહાવું પણ ખુબ જ ગમતું હોય છે.
ADVERTISEMENT
શું તમે જાણો છો કે વરસાદનું પાણી તમારા વાળ માટે સલામત છે કે નહીં? આવો જાણીએ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે વરસાદના પાણીમાં ભીંજાવાથી વાળ પર શું અસર થાય છે?

ADVERTISEMENT
એક્સપર્ટ શું કહે છે?
આ ઋતુમાં વાળ નબળા થઈ જાય છે અને ઝડપથી ખરવા લાગે છે. બીજી બાજુ વરસાદનું પાણી હવામાં રહેલી ધૂળ, ધુમાડો અને કેમિકલ્સને સાથે લઈને આવે છે. જ્યારે આ બધું તમારા સ્કાલ્પના સંપર્કમાં આવે છે ત્યારે તે ત્વચાના કુદરતી pH બેલેન્સને બગાડી શકે છે. જેના કારણે ત્વચામાં ખંજવાળ, નાના દાણા કે ડૅન્ડ્રફ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
એક્સપર્ટના જણાવ્યા મુજબ વરસાદના પાણીથી ત્વચા સૂકી કે ચીકણી પણ થઈ શકે છે અને ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. એવામાં વરસાદના પાણીથી વાળ ધોવાનું ટાળવું જોઈએ.

ADVERTISEMENT
જો તમે વરસાદમાં ભીંજાઈ જાઓ તો શું કરવું જોઈએ?
એક્સપર્ટના કહેવા પ્રમાણે જો તમે ભૂલથી વરસાદમાં ભીંજાઈ જાઓ, તો નીચે આપેલ ખાસ પગલાં જરૂરથી લો :
ADVERTISEMENT
ઘરે પહોંચતાની સાથે જ ત્વચા અને માથું સાફ અને હળવા ગરમ પાણીથી ધોઈ લો. શક્ય હોય તો ફિલ્ટર કરેલ પાણીનો ઉપયોગ કરો.
ADVERTISEMENT
વાળ ધોઈ લીધા પછી કોટન ટૂવાલથી વાળ અને સ્કાલ્પ સારી રીતે સુકવવા. ભીના વાળમાં ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધારે હોય છે, એટલે વાળ સુકવવું ખૂબ જ જરૂરી છે.

વાળ ધોઈને અને સારી રીતે સુકવ્યા પછી તમે તેલ લગાવી શકો છો. તેલ લગાવવાથી સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળના મૂળ મજબૂત બને છે. તમે આયુર્વેદિક તેલ જેમ કે ભૃંગરાજ, બ્રાહ્મી કે આમળા તેલનો ઉપયોગ કરી શકો છો. આવા તેલ સ્કાલ્પને ઠંડક આપે છે અને વાળને પોષણ આપે છે.
વરસાદમાં ભીંજાઈ ગયા પછી હેર જેલ, સ્પ્રે કે કોઈ પણ હાર્ષ કેમિકલ યુક્ત શેમ્પૂ કે કન્ડિશનરનો ઉપયોગ ન કરો. નહીં તો તમારા વાળ વધુ નબળા બની શકે છે.
વધુ વાંચો: બાળકોને ભૂલથી પણ ન ખવડાવો 5 વસ્તુ, હાર્ટ ડિસીઝ સહિતની બીમારીનો ખતરો
વરસાદના પાણીમાં રહેલા ધૂળ-કેમિકલ વાળ માટે નુકસાનકારક બની શકે છે. તેથી વરસાદમાં ભીંજાઈ જવાય તો તરત વાળ ધોઈને સુકવવા અને આયુર્વેદિક તેલનો ઉપયોગ કરવો જોઈએ. ખરાબ અસરથી બચવા માટે હાર્ષ કેમિકલ પ્રોડક્ટ્સ ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.