બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ 17 ક્રિપ્ટો એપ્સને Google Play Store પરથી કરાઇ રિમૂવ, હવે Apple મોટી કાર્યવાહીની તૈયારીમાં
Last Updated: 09:38 AM, 28 March 2025
ગૂગલ પ્લે સ્ટોર પરથી 17 વિદેશી ક્રિપ્ટો એપ્સ બેન
ADVERTISEMENT
ગૂગલ પ્લે સ્ટોરે મોટી કાર્યવાહી કરતા 17 વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ એપ્સને દૂર કરી દીધી છે. ગૂગલ પછી એપલ પણ પોતાના સ્ટોરમાંથી આ એપ્સને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે.
દક્ષિણ કોરિયાની ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન (FSC) એ 22 ક્રિપ્ટો પ્લેટફોર્મ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે, જેમાં 17 વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ એપ્સનો સમાવેશ થાય છે. આ એપ્સ ગેરકાયદેસર રીતે ગૂગલ અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ હતી.
ADVERTISEMENT

બેન થયેલ 17 એપ્સ
ADVERTISEMENT
આ અઠવાડિયે દક્ષિણ કોરિયાની સરકાર તરફથી ગૂગલને નિયમનકારી આદેશ મળ્યા હતા, જેના આધારે KuCoin સહિત 17 વિદેશી એપ્સને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી. KuCoin સિવાય, MEXC, Phemex, BitTrue, BitGloba, CoinW અને CoinEX જેવી એપ્સનો પણ સમાવેશ થાય છે. આદેશ અનુસાર, આ ક્રિપ્ટો બિઝનેસને સરકાર તરફથી કોઈ સુરક્ષા નહોતી, જેના કારણે રોકાણકારોના પૈસા ખોવાઈ જવાની શક્યતા હતી.
FSC ના આદેશ અનુસાર, આ એપ્સ દ્વારા રોકાણકારોની અંગત માહિતી લીક થવાનો ભય હતો. સાથે જ, લોકો દ્વારા કરાયેલા રોકાણનો નાશ થવાની પણ શક્યતા હતી. એટલું જ નહીં, આ એપ્સને એન્ટી મની લોન્ડરિંગ મેનેજમેન્ટ અને સુપરવિઝન મળ્યું ન હતું, જેના કારણે દેશમાં મની લોન્ડરિંગ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT

એપલ પણ કરશે કાર્યવાહી
ADVERTISEMENT
ગૂગલ પછી એપલ પણ આ ગેરકાયદેસર ક્રિપ્ટો બિઝનેસ એપ્સને પોતાના એપ સ્ટોરમાંથી દૂર કરવાની તૈયારીમાં છે. FIU અને કોરિયા કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ કમિશન આવા ફેક અથવા ગેરકાયદેસર બિઝનેસ એપ્સની ઓળખ કરી રહ્યા છે અને તેમના પર જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, FSC એ આ વિદેશી ગેરકાયદેસર ક્રિપ્ટો ફર્મ્સ પર 50 મિલિયન કોરિયન ચલણ એટલે કે લગભગ 29 લાખ રૂપિયાનો દંડ લગાવવાની પણ ઘોષણા કરી છે. સાથે જ, આ ક્રિપ્ટો ફર્મ્સ ચલાવનારા લોકોને 5 વર્ષ સુધીની જેલની સજાની પણ શક્યતા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું પાવર બેંકના ઉપયોગથી ખરાબ થઈ જાય છે મોબાઈલ? જાણો કેવી રીતે ચાર્જિંગ ડિવાઇસનો ઉપયોગ કરવો
દક્ષિણ કોરિયા પહેલા, ભારતમાં Binance, KuCoin, Huobi, Kraken, Gate.io, Bitstamp, MEXC Global, Bittrex અને Bitfinex જેવી ક્રિપ્ટો એપ્સ પહેલેથી જ બેન થઈ ચૂકી છે. આ એપ્સ હવે ભારતમાં ગૂગલ અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.