ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભારતમાં ફરી એકવાર કોરોનાનો વધ્યો કેર!, આટલું કરી લો દૂર રહેશે નવો વેરિયન્ટ
Last Updated: 01:59 PM, 6 June 2025
ADVERTISEMENT
ગુજરાત સહિત આખા ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે આ વખતે JN.1 વેરિઅન્ટના કેસ સામે આવી રહ્યા છે, જે ઓમિક્રોનનું સબવેરિયન્ટ છે. અને આ કોરોનાનું વેરીએન્ટ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે, ગભરાવાની જરૂર નથી કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો ખૂબ જ હળવા હોય છે.
ADVERTISEMENT
નવા પ્રકારનાં લક્ષણો વિશે વાત કરીએ તો, તે સામાન્ય શરદી, ગળામાં દુખાવો, તાવ, ઉધરસ, વહેતું નાક અને થાક છે. કેટલાક લોકો માથાનો દુખાવો અને હળવી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પણ કરી શકે છે. કોરોનાના પહેલા વેરિઅન્ટની જેમ, આ વેરિઅન્ટમાં સ્વાદ અને ગંધ ગુમાવવાની ફરિયાદ જોવા મળી રહી નથી.
ADVERTISEMENT
હવે પ્રશ્ન એ થાય કે લગભગ લોકોએ વેક્સિન લઈ લીધી છે તો શું આપણે તેનાથી ડરવાની જરૂર છે? તો જે લોકોએ વેક્સિન લીધી છે તેમના માટે કોરોનાનું જોખમ ખૂબ ઓછું છે. પરંતુ તેમ છતાં દરેક લોકોએ સાવધાની રાખવી જ જોઇએ.
પણ ખાસ જેમની ઇમ્યુનિટી વીક છે તેમને ધ્યાન રાખવાની જરૂર છે. આ સિવાય વૃદ્ધો અને બાળકો અને પ્રેગ્નેટ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને જેમને ડાયાબિટીસ જેવી કોઈ બીમારી છે એમને પણ ધ્યાન રાખવાનું કામ છે.
ADVERTISEMENT

કોરોનાથી બચવા શું ધ્યાન રાખવું?
ADVERTISEMENT
વધુ વાંચો: એક દિવસમાં કેટલા કલાક ચલાવવું જોઈએ AC? જાણો અહીં
ADVERTISEMENT
હવે ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું એના વિશે વાત કરીએ તો ખાસ કરીને વિટામિન સી મળી રહે એવા ખાટાં ફળો તમારે ખાવા જોઈએ. આપણા રસોડામાં હાજર ઘણા મસાલા કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરે છે. હળદર, હિંગ, લવિંગ, કાળા મરી અને તજ વગેરે એવા મસાલા છે જેમાં ઘણા બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટી-ઓક્સિડન્ટ હોય છે. તેને દૂધમાં ઉમેરીને અથવા આ મસાલાઓનો ઉકાળો બનાવીને પી શકો છો. આ સિવાય આદુંનો ઉપયોગ પણ વધુ કરવો જોઈએ અને થોડા દિવસો બહારનું ખાવાનું ટાળવું જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ