બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ યુગની સમસ્યા એકલતા, WHOનો રિપોર્ટ વાંચી તમે પણ કહેશો- હા આ રોગ તો મને પણ છે!

હેલ્થ / આ યુગની સમસ્યા એકલતા, WHOનો રિપોર્ટ વાંચી તમે પણ કહેશો- હા આ રોગ તો મને પણ છે!

Published By: Vidhata Gothi

Last Updated: 03:03 PM, 10 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loneliness: એકલતા હવે માત્ર ઉદાસી કે કંટાળો નથી રહી, તે જીવનને ચુપચાપ ખતમ કરી રહી છે. WHO ના નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એકલતા દર 35 સેકન્ડે એક જીવ લઈ રહી છે. છે ને ચોંકાવનારું? પણ તે સાચું છે! ચાલો જાણીએ કે એકલતા શા માટે નવી સાયલન્ટ કિલર બની ગઈ છે અને તેનાથી કેવી રીતે બચવું.

Loneliness: ઘણીવાર આપણે ભીડમાં હોઈએ તો પણ ખૂબ જ એકલતા અનુભવીએ છીએ. જ્યારે આ લાગણી મન અને મગજ પર હાવી થઈ જાય છે, ત્યારે તે વ્યક્તિને અંદરથી તોડવા લાગે છે. લાંબા સમય સુધી એકલતા અનુભવવાથી ડિપ્રેશન, હાર્ટ ડિસીઝ તેમજ નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ બની જાય છે. WHO એ આ અંગે એક રિપોર્ટ શેર કર્યો છે. WHO ના તાજેતરના રિપોર્ટમાં આ શાંત દુશ્મનની ભયાનકતા બહાર આવી છે. રિપોર્ટ અનુસાર, દર 35 સેકન્ડે એકલતાને કારણે એક વ્યક્તિનો જીવ જઈ રહ્યો છે. આ એક ખૂબ જ ચોંકાવનારો આંકડો છે. ત્યારે ચાલી આજે જાણીએ એકલતા સામે લડવાની 5 અસરકારક રીતો વિશે, જેની મદદથી તમે એકલતાથી બચી શકો છો.

બીજાઓને મદદ કરો

જો તમે પણ એકલતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી બચવા માટે તમે બીજાઓની મદદ કરી શકો છો. બીજાઓને મદદ કરવાથી માત્ર તેમને જ ફાયદો નથી થતો, પણ તમને પણ ઊંડો સંતોષ અને ખુશી મળે છે. આ માટે, તમે કોઈ NGO માં જોડાઈ શકો છો અથવા વૃદ્ધ પાડોશીને મદદ કરી શકો છો. જ્યારે તમે બીજાઓ માટે કંઈક કરો છો, ત્યારે તમે પોતાને મૂલ્યવાન અને જોડાયેલા અનુભવો છો. આ એકલતાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

Stress

વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર નીકળો

આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર કલાકો વિતાવે છે, પરંતુ શું તે ખરેખર લોકોને એકબીજા સાથે જોડે છે? જણાવી દઈએ કે એકલતા સામે લડવાનું પહેલું પગલું વાસ્તવિક દુનિયાના લોકો સાથે જોડાવાનું છે. મિત્રોને મળો. જો સ્વભાવે શરમાળ હોવ, તો કોઈ હોબી ગ્રુપ, ક્લાસ અથવા કોમ્યુનિટી ઇવેન્ટમાં સામેલ થાઓ જ્યાં તમારી પસંદગીના લોકોને મળી શકો. આ તમને એકલતામાંથી બહાર આવવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે.

Vtv App Promotion 2

લાગણીઓ શેર કરો

એકલતા ઘણીવાર આપણને આપણી લાગણીઓ શેર ન કરવા મજબૂર કરે છે, જેનાથી સમસ્યાને વધુ વધી જાય છે. લાગણીઓ શેર કરવી ખૂબ જ જરૂરી છે. કોઈ વિશ્વસનીય મિત્ર, પરિવારના સભ્ય અથવા થેરાપિસ્ટ સાથે વાત કરો. તેમની સાથે સમસ્યાઓ, ડર અને એકલતા શેર કરો. ક્યારેક ફક્ત પોતાના મનની વાત કરવાથી, અડધો બોજ હળવો થઈ જાય છે. યાદ રાખો કે કોઈની પાસેથી મદદ માંગવી એ નબળાઈની નિશાની નથી પણ તાકાતની નિશાની છે.

આ પણ વાંચો: આ 10 રાજ્યોમાં રહેતા લોકોનું કેન્સરથી મોત પાક્કું! રિપોર્ટમાં ડરામણા ખુલાસા

પોતાની જાતને પ્રેમ કરો

એકલતાથી પીડાતા લોકો ઘણીવાર પોતાને જ ભૂલી જાય છે, પરંતુ આ સૌથી જરૂરી સમય છે જ્યારે પોતે પોતાની સંભાળ રાખવી જોઈએ. આ માટે, જરૂરી છે પૂરતી ઊંઘ લેવી, પૌષ્ટિક ખોરાક લેવો અને દરરોજ કસરત કરવી. આ બધાની સાથે, પ્રકૃતિ સાથે સમય વિતાવો - પાર્કમાં ફરવા જાઓ અથવા થોડો સમય ખુલ્લી હવામાં બેસો. મનપસંદ કાર્યો કરો જેનાથી ખુશી મળે. આ બધું જ વ્યક્તિને એકલતા સામે લડવામાં મદદ કરે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Mental Health WHO Report on Loneliness

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ