બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / iPhone 16 Pro સિરીઝ પર આ ઈ-કોમર્સ કંપની આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો!

તમારા કામનું / iPhone 16 Pro સિરીઝ પર આ ઈ-કોમર્સ કંપની આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો!

Published By: Nidhi Panchal

Last Updated: 11:21 AM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે નવો iPhone ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો થોડી રાહ જુઓ હાલ iPhone 16 સિરીઝ પર આવી રહેલી ડિસ્કાઉન્ટ ઓફર્સ તમને ચોંકાવી દેશે!

Appleના નવા iPhone 17ના લોન્ચ પહેલા, કંપની તેની હાલની iPhone 16 સિરીઝ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. iPhone 16e થી લઈને iPhone 16 Pro Max સુધીના બધા મોડલ્સ હવે મોટી બચત સાથે ખરીદી શકાય છે. Amazon, Flipkart, Reliance Digital અને JioMart જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પર આ ઓફર્સ ઉપલબ્ધ છે.

iphone-16-3

iPhone 16e

આ મોડલ 128GB સ્ટોરેજ સાથે Amazon પર ₹50,999માં ઉપલબ્ધ છે. જ્યારે તે ફેબ્રુઆરી 2025માં ₹59,900ની કિંમતમાં લોન્ચ થયું હતું. જો તમે HDFC બેંકના કાર્ડથી પેમેન્ટ કરો તો ₹1,500નું ડિસ્કાઉન્ટ મળે છે, જેથી ફોનની અસરકારક કિંમત ₹49,499 થાય છે. ઉપરથી જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરો તો ₹47,150 સુધીની વધારાની છૂટ પણ મળી શકે છે. કુલ મળીને આ ફોન હાલ લગભગ ₹10,401 સસ્તું મળે છે.

iPhone 16

આ iPhone 128GB સ્ટોરેજ સાથે Flipkart પર ₹69,999માં મળી રહ્યો છે, જ્યારે તેની મૂળ કિંમત ₹79,900 હતી. HDFC ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર ₹4,500નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે, જેના કારણે અસરકારક કિંમત ₹65,499 થાય છે. ઉપરથી, એક્સચેન્જ ઑફરમાં જૂના ફોન માટે ₹46,150 સુધીનું વેલ્યુ મળતું હોય છે.

iPhone-16-Pro

iPhone 16 Plus

આ ફોન 128GB સ્ટોરેજ સાથે Flipkart પર ₹79,999માં ઉપલબ્ધ છે, જ્યારે તેની લોન્ચ કિંમત ₹89,900 હતી. HDFC કાર્ડ પર ₹4,500નું ડિસ્કાઉન્ટ મળીને ફોન ₹75,499માં મળી શકે છે. જો તમે જૂનો ફોન આપો તો એક્સચેન્જમાં ₹59,500 સુધીની વધારાની બચત થાય છે.

app promo3

iPhone 16 Pro

આ ફ્લેગશિપ મોડલ Reliance Digital પર ₹1,07,199માં લિસ્ટેડ છે, જ્યારે તેનું મૂળ ભાવ ₹1,19,900 છે. જો તમે IDFC બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો તો ₹10,000નું ડિસ્કાઉન્ટ મળી ને તેની અસરકારક કિંમત ₹97,199 થાય છે.

આ પણ વાંચો : વાહ, હવેથી ફિલ્મ જોવા ટિકિટના 200 રૂ.થી વધારે નહીં ખર્ચવા પડે, જાહેરાતથી ખુશીનો માહોલ

iPhone 16 Pro Max

સિરીઝનો ટોપ મોડલ iPhone 16 Pro Max (256GB) JioMart પર ₹1,30,990માં મળે છે. આ તમામ મોડલ્સ પર મળતી મોટી બચત જોઈને સ્પષ્ટ છે કે iPhone ખરીદવા માટે આ એક બેહતરિન સમય છે. iPhone 17ના લોન્ચ પહેલા જૂના મોડલ્સ પર આવી રકમની છૂટ બહુ જ કમનસીબે જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 16 offers buy iPhone iPhone 16 discount

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ