તંદુરસ્ત રહેવા માટે રોજ ચાલવાનું સૌથી સરળ વ્યાયામ ગણાય છે. સામાન્ય રીતે આપણે સીધા ચાલીએ છીએ, પરંતુ આજકાલ રિવર્સ વોકિંગ એટલે કે ઉંધા પગલે ચાલવું એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે. શરૂઆતમાં આ થોડી મુશ્કેલ લાગી શકે, પણ તેના અનેક ફાયદા છે.

ફાયદા
- પગના મસલ્સ મજબૂત બને – ખાસ કરીને જે મસલ્સનો ઓછો ઉપયોગ થાય છે તે વધુ સશક્ત બને છે.
- બેલેન્સ સુધરે છે – પાછળ ચાલવાથી શરીરનો સંતુલન વધે છે.
- વજન નિયંત્રિત થાય છે – કેલરી બર્ન થવાથી વજન મેનેજ કરવામાં મદદ મળે છે.
- હાડકાં અને મસલ્સ મજબૂત બને છે – શરીરની સ્ટેમિના પણ વધે છે.
- મેટાબોલિઝમ અને એનર્જી લેવલમાં વધારો – થાક ઓછો લાગે છે.
- મૂડ અને સ્લીપ ક્વાલિટી સુધરે છે – તાણ ઓછો થાય છે અને ઊંઘ સારી આવે છે.
- દિમાગ સક્રિય બને છે – પાછળ ચાલતાં દિમાગ સતત અંદાજ લગાવતો રહે છે, જેના કારણે થિંકિંગ સ્કિલ્સ અને ફોકસ વધે છે.
- વીઝન અને સેન્સીસ વધુ એક્ટિવ થાય છે – આંખો અને અન્ય ઇન્દ્રિયો વધુ સતર્ક બને છે.
આ પણ વાંચો: ભારત સરકારના મંત્રાલય હેઠળની કંપનીમાં નોકરીની તક, જાણી લો ફટાફટ વિગત
રિવર્સ વોકિંગ કેવી રીતે કરવું?
- શરૂઆત હંમેશા સેફ જગ્યા પરથી કરો – જેમ કે પાર્ક, ટ્રેક અથવા ઘરના હોલમાં.
- આસપાસ અડચણ કે અવરોધ ન હોવો જોઈએ.
- શરૂઆતમાં સાથે કોઈ વ્યક્તિ હોય તો સારું.
- ટ્રેડમિલ પર પાછળ ચાલવું અથવા ઈન્ડોર પ્રેક્ટિસ કરવી વધુ સેફ માનાય છે.
- ધીમે ધીમે પ્રેક્ટિસનો સમય અને સ્પીડ વધારતા જવું.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ