બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારત સરકારના મંત્રાલય હેઠળની કંપનીમાં નોકરીની તક, જાણી લો ફટાફટ વિગત

રોજગારી / ભારત સરકારના મંત્રાલય હેઠળની કંપનીમાં નોકરીની તક, જાણી લો ફટાફટ વિગત

Last Updated: 05:13 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની કંપની, ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (ITPO)માં ડેપ્યુટી મેનેજરની 31 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની કંપની, ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (ITPO)માં ડેપ્યુટી મેનેજરની 31 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતી એવા ઉમેદવારો માટે છે જેઓ UPSC દ્વારા આયોજિત સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2023, UPSC એન્જિનિયરિંગ સેવાઓ મુખ્ય પરીક્ષા 2023 અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સહાયક કમાન્ડન્ટ) પરીક્ષા 2023ના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચ્યા હતા પરંતુ અંતિમ પસંદગી મેળવી શક્યા ન હતા.

પસંદગી ચૂકી ગયેલા આ ઉમેદવારોમાંથી, ફક્ત તે જ ઉમેદવારો અરજી કરી શકશે જેમણે ડિસ્ક્લોઝર સ્કીમ હેઠળ તેમની વિગતો જાહેર કરવાનું પસંદ કર્યું હતું. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો https://jobapply.in/itpo2025 ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

UPSC સિવિલ સર્વિસીસ 2023 પરીક્ષાના ઇન્ટરવ્યુમાં પહોંચીને અંતિમ પસંદગી ચૂકી ગયેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે -

ડેપ્યુટી મેનેજર જનરલ કેડર – 18 પોસ્ટ

ડેપ્યુટી મેનેજર લો - 1 પોસ્ટ

ડેપ્યુટી મેનેજર ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ – 6 પોસ્ટ

ડેપ્યુટી મેનેજર આર્કિટેક્ચર - 1 પોસ્ટ

UPSC એન્જિનિયરિંગ સર્વિસીસ 2023 પરીક્ષાના ઇન્ટરવ્યુમાં પહોંચીને અંતિમ પસંદગી ચૂકી ગયેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે -

ડેપ્યુટી મેનેજર સિવિલ – ૩ જગ્યાઓ

UPSC CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ 2023 પરીક્ષાના ઇન્ટરવ્યુમાં પહોંચીને અંતિમ પસંદગી ચૂકી ગયેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે –

ડેપ્યુટી મેનેજર સિક્યુરિટી - 1 પોસ્ટ

ડેપ્યુટી મેનેજર ફાયર - 1 પોસ્ટ

અલગ અલગ પોસ્ટ માટે વય મર્યાદા અલગ અલગ છે. 35 વર્ષ સુધીના લોકો માટે તક છે.

ઉપરોક્ત પોસ્ટ્સની લાયકાત સંબંધિત અન્ય વિગતો અહીંથી જુઓ .

આ પણ વાંચોઃ શું ગુજરાતના યુવાનોને નોકરી રાહ જોવાની? શહેરી વિકાસ વિભાગનો વિવાદાસ્પદ નિર્ણય

પસંદગી કેવી રીતે થશે

(i) ઉમેદવારોની તપાસ નિર્ધારિત પાત્રતા માપદંડો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વગેરેના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ITPO મુખ્યાલય, નવી દિલ્હી ખાતે ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે.

- અંતિમ મેરિટ નીચેના માપદંડોના આધારે તૈયાર કરવામાં આવશે -

a) સંબંધિત UPSC પરીક્ષાઓમાં મેળવેલા અંતિમ ગુણ માટે 50% વેઇટેજ

b) આવશ્યક શૈક્ષણિક લાયકાત માટે 20% ભારાંક.

c) ITPO દ્વારા લેવામાં આવતા વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે 30% ભારાંક.

અરજી ફીસ - 1000 રૂ

SC, ST, દિવ્યાંગ માટે કોઇ ફી નહીં

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPSC Civil Services 2023 ITPO Recruitment 2025 Deputy Manager Vacancy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ