બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / સ્ટ્રેચિંગ કે એક્સરસાઈઝ બંને માંથી કયો વિકલ્પ છે બેસ્ટ? જાણો એક્સપર્ટ શું કહે છે

હેલ્થ / સ્ટ્રેચિંગ કે એક્સરસાઈઝ બંને માંથી કયો વિકલ્પ છે બેસ્ટ? જાણો એક્સપર્ટ શું કહે છે

Priyankka Triveddi

Last Updated: 03:24 PM, 2 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ દરેક વ્યક્તિ માટે ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. આજની બીઝી લાઈફમાં સ્ટ્રેસ અને બીજી બિમારીઓથી દૂર રહેવા માટે લોકો સમજી ગયા છે કે ફિટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે.

આજકાલની લાઈફ સ્ટાઈલમાં યુવાનો હાર્ટની સમસ્યા કે સ્ટ્રેસ અને હાયપરટેન્શન જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે. ડાયાબિટીઝ પણ નાની ઉમરના લોકોમાં જોવા મળે છે. એટલે એ વાત તો નક્કી છે કે શરીરની તંદુરસ્તી જાળવવા માટે શરીરને સ્ટ્રેચિંગ કે એક્સરસાઈઝ કરવી જરૂરી છે.

ફિટ અને સ્વસ્થ શરીર જાળવવા માટે નિયમિત સ્ટ્રેચિંગ અને કસરત જરૂરી છે. એટલા માટે એવું કહેવાય છે કે સ્ટ્રેચિંગ અને કસરત સારી ફિટનેસનો અભિન્ન ભાગ છે. પણ ઘણા લોકોને એ પ્રશ્ન રહે છે કે બંને માંથી કયો વિકલ્પ સારો. ચાલો જાણીએ આ વિશે એક્સપર્ટ શું કહે છે.

કેટલાક લોકોને કસરત કરવી ગમે છે. જ્યારે ઘણા લોકોને સ્ટ્રેચિંગનો આનંદ આવે છે. પરંતુ ઘણાને એ પ્રશ્ન થાય કે આ બંને માંથી કયો વિકલ્પ સારો? બંને વચ્ચે શું તફાવત છે? તો ચાલો યોગ ટ્રેનર પાસે સમજીએ કે કસરત અને સ્ટ્રેચિંગ વચ્ચે શું તફાવત છે.

excercise2

એક્સરસાઈઝ અને સ્ટ્રેચિંગ વચ્ચેનો તફાવત

યોગ ટ્રેનરના મતે એક્સરસાઈઝ કરવા માટે પૂરતો સમય જરૂરી છે. આ સાથે એક્સરસાઈઝ કરવા માટેનો સમય પણ નક્કી કરવો જરૂરી છે. જોકે જો આપણે સ્ટ્રેચિંગ વિશે વાત કરીએ તો કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકે છે.એક્સરસાઈઝ આયોજન બધ્ધ છે, જ્યારે સ્ટ્રેચિંગ માટે કોઈ પણ પ્રકારના આયોજનની જરૂર નથી.

સ્ટ્રેચિંગના ફાયદા

excercise1

નિયમિત રીતે સ્ટ્રેચિંગ કરવાથી શારીરિક પ્રવૃત્તિઓ કરવાની તમારી કાર્યક્ષમતા વધે છે. તમે જે પણ કામ કરશો તે તમે વધુ ઝડપ અને જોમ સાથે કરી શકશો. નિષ્ણાતો માને છે કે સ્ટ્રેચિંગ સ્નાયુઓ અને કોષોને લચીલા બનાવે છે. આ સાથે ધીમે ધીમે ઉંમર વધવાની સાથે સાંધામાં જડતા/જકડામણ આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્ટ્રેચિંગ ખૂબ જ અસરકારક છે. જે લોકો નિયમિતપણે સ્ટ્રેચિંગ કરે છે તેઓ વૃદ્ધાવસ્થા સાથે થતી સમસ્યાઓથી બચી શકે છે. તે વૃદ્ધાવસ્થામાં હાથ અને પગમાં ધ્રુજારીની સમસ્યાને પણ અટકાવી શકે છે.

વધુ વાંચો: ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખશે આ ફૂડ્સ , ડાયટમાં અચૂક કરો સામેલ

એક્સરસાઈઝ કરવાના ફાયદા

excercise

વજન નિયંત્રણ માટે નિયમિત એક્સરસાઈઝ ફાયદાકારક છે. એક્સરસાઈઝ કરવાથી વ્યક્તિના સ્વભાવમાં ફરક જોવા મળે છે. તેનો સ્વભાવ સુધરે છે અને તેને સારી ઊંઘ પણ આવે છે. નિષ્ણાતોના મતે એક્સરસાઈઝ આપણા શરીરને રોગો સામે લડવા માટે સક્ષમ બનાવે છે અને તે ખૂબ જ ફાયદાકારક છે. એટલું જ નહીં એક્સરસાઈઝ વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરે છે અને ઉર્જા વધારે છે.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Tips Stretching Exercise
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ