ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું ડાયાબિટીસ સેક્સમાં તમારી રૂચી ઘટાડી શકે?, આવું ન ઈચ્છતા હોય તો રાખો આ સાવચેતી
Last Updated: 12:07 AM, 6 May 2025
ADVERTISEMENT
ડાયાબિટીસના કેસ સતત વધી રહ્યા છે. જો ખોરાક અને જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો ડાયાબિટીને નિયંત્રણમાં રાખી શકાય છે. જો સમયસર ડાયાબિટી પર નિયંત્રણ ન લાવવામાં આવે તો તેનાથી હ્રદયરોગ, કિડની ફેઇલ્યર અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઇ શકે છે.
ADVERTISEMENT
પણ શું તમે જાણો છો કે ડાયાબિટીસ યૌન ઇચ્છા પર પણ અસર કરી શકે છે? હા, ડાયાબિટીસ પુરૂષો અને મહિલાઓના યૌનજીવનને અસર કરી શકે છે.
અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અનુસાર, ડાયબિટીઝ પીડિતોને યૌન સમસ્યાઓ થવાનો જોખમ વધારે હોય છે. ડાયાબિટીસ નસોને, બ્લડ સર્ક્યુલેશન અને હોર્મોન્સને અસર કરે છે, જેનો સીધો અસર યૌનજીવન પર પડી શકે છે. ઉપરાંત તણાવ પણ યૌન જીવનને અવરોધી શકે છે.
ADVERTISEMENT

સેક્સ ઈચ્છા પર ડાયાબિટીસ ની અસર
ADVERTISEMENT
ડાયાબિટીસ ના કારણે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી શકે છે, જેના કારણે તેઓને રોમાન્સમાં રસ ઓછો પડી શકે છે. તેના લક્ષણોમાં તણાવ, ચિંતા, થાક, વજનમાં વધારો, વારંવાર યૂરિન ઇન્ફેક્શન અને પ્રજનન ક્ષમતા ઘટવી જેવા લક્ષણો જોવા મળે છે.
પુરૂષોમાં દેખાતા યૌનસંબંધિત સામાન્ય લક્ષણો
ADVERTISEMENT
મહિલાઓમાં દેખાતા યૌનસંબંધિત લક્ષણો
ADVERTISEMENT
વધુ વાંચો: જીવલેણ સાબિત થઇ શકે છે લિવર કેન્સર, શરીરમાં આ લક્ષણથી સમજો બીમારીની ગંભીરતા
ADVERTISEMENT
જો તમને પણ ઉપરોક્ત લક્ષણો દેખાય છે તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો અને નિયમિત દવા લો. જીવનસાથી સાથે ખુલ્લા દિલથી વાત કરવી. શારીરિક નહીં પણ ભાવનાત્મક સંબંધ પણ મહત્વનો છે.
DISCLAIMER:
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ