બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમે પણ ઘરે બેઠાં WhatsApp-Instagramથી કમાણી કરી શકશો, એ કઇ રીતે?

ટેક્નોલોજી / તમે પણ ઘરે બેઠાં WhatsApp-Instagramથી કમાણી કરી શકશો, એ કઇ રીતે?

Nidhi Panchal

Last Updated: 09:15 AM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લોકો Instagram અને WhatsApp પર કલાકો સુધી સમય વિતાવે છે. પરંતુ આ એપ્સ માત્ર મનોરંજન નહીં, પણ ઘરે બેઠા કમાણી કરવાનો સારો રસ્તો પણ બની શકે છે

આજકાલ સ્માર્ટફોન વપરાશકર્તાઓમાં Instagram અને WhatsApp સૌથી લોકપ્રિય એપ્સ બની ગઈ છે. ઘણા લોકો દિવસભર Instagram પર સ્ક્રોલ કરતા કે WhatsApp પર ચેટ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, આ જ એપ્સ દ્વારા તમે ઘરે બેઠા હજારો કે લાખો રૂપિયા કમાઈ શકો છો? આજે અમે તમને Instagram અને WhatsApp દ્વારા કમાણી કરવાના સરળ રસ્તાઓ વિશે વિગતે જણાવી રહ્યા છીએ.

whats-app-2

Instagram પરથી કમાણી કેવી રીતે કરવી

Instagram પર કમાણી કરવા માટે સૌથી વધુ લોકપ્રિય માર્ગ છે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ. જો તમારી પાસે સારી સંખ્યામાં ફોલોઅર્સ છે, તો તમે કોઈ બ્રાન્ડ સાથે સહયોગ કરી શકો છો. બ્રાન્ડ્સ તમારી પોસ્ટ્સ, રીલ્સ અથવા સ્ટોરીઝ દ્વારા તેમના ઉત્પાદનો કે સેવાઓનો પ્રચાર કરાવે છે અને તેના બદલામાં તમને ચૂકવણી કરે છે. જેટલા વધુ ફોલોઅર્સ, તેટલી વધારે કમાણી. તે બાદ આવે છે એફિલિએટ માર્કેટિંગ. તેમાં તમે વિવિધ કંપનીઓના ઉત્પાદનોની લિંક્સ તમારા ફોલોઅર્સ સાથે શેર કરો. જો કોઈ તે લિંક દ્વારા ખરીદી કરે તો તમને કમિશન મળે છે.

SOCIAL-MEDIA

મોનેટાઇઝેશન ટૂલ્સ

Instagram પોતાના યુઝર્સને મોનેટાઇઝેશન ટૂલ્સ પણ આપે છે. તેમાં સબ્સ્ક્રિપ્શનનો વિકલ્પ છે જેમાં તમે ખાસ કન્ટેન્ટ બનાવીને ફોલોઅર્સ પાસેથી ફી વસૂલ કરી શકો છો. ઉપરાંત, લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન બેજ દ્વારા કમાણી થઈ શકે છે. Instagram પર ગિફ્ટ્સ મોકલવાની સુવિધા પણ છે, જેમાં ફોલોઅર્સ તેમના મનપસંદ ક્રિએટર્સને સીધી આર્થિક મદદ કરી શકે છે.

WhatsApp પરથી કમાણી કરવાની રીત

WhatsApp પર કમાણી કરવા માટે સૌથી સરળ રીત છે ઉત્પાદનોનું વેચાણ. તમે બિઝનેસ ગ્રુપ બનાવીને તમારા પ્રોડક્ટ્સ કે સર્વિસિસ સીધી ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો. તેમાં ઑટો-રિપ્લાય જેવી સુવિધાઓથી ગ્રાહકોના પ્રશ્નોના ઝડપી જવાબ આપી શકાય છે.

app promo3

એફિલિએટ માર્કેટિંગ

તે જ રીતે WhatsApp પર પણ એફિલિએટ માર્કેટિંગ કરી શકાય છે. ઈ-કોમર્સ કંપનીઓના એફિલિએટ પ્રોગ્રામ્સમાં જોડાઈને તેમની પ્રોડક્ટ લિંક્સ સ્ટેટસ કે ગ્રુપમાં શેર કરો અને ખરીદી થવાથી કમિશન મેળવો. બીજો રસ્તો છે પેઇડ WhatsApp ગ્રુપ. જો તમે કોઈ ક્ષેત્રમાં નિષ્ણાત છો, તો ખાસ નોલેજ કે માર્ગદર્શન માટે પેઇડ ગ્રુપ બનાવી શકો છો. સભ્યો પાસેથી સબ્સ્ક્રિપ્શન ફી લઈને માહિતી કે કન્ટેન્ટ શેર કરી શકાય છે.

આ પણ વાંચો : LPGના ભાવથી લઈને ATM કાર્ડ, આજથી બદલાશે 10 નિયમો, જાણવા જરૂરી

છેલ્લે, એપ રેફરલ પ્રોગ્રામ્સ પણ સારો વિકલ્પ છે. અનેક એપ્સ નવા યુઝર્સ લાવવા માટે રેફરલ બોનસ આપે છે. તમે WhatsApp મારફતે એપની લિંક શેર કરો, અને જ્યારે કોઈ તે લિંકથી એપ ડાઉનલોડ કરે, ત્યારે તમને રેફરલ રિવોર્ડ મળે છે. Instagram અને WhatsApp માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ કમાણી માટે પણ સારા માધ્યમ બની ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp business Instagram income affiliate marketing
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ