બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 10:37 AM, 4 March 2021
કોરોના આવ્યા બાદ લોકોએ Life insurance અને ખાસ કરીને Medical insuranceનું મહત્વ સમજાયું. આ મહામારીના કારણે મેડિકલ ઇન્શ્યોરન્સમાં ઘણો ઉછાળો આવ્યો છે. સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે તેને સામાન્ય જનતા માટે અફોર્ડેબલ બનાવવામાં આવે. સરકાર તમારા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના (Pradhan Mantri Jeevan Jyoti Yojana) લઇને આવી છે. આ સ્કીમ અંતર્ગત એક વર્ષમાં ફક્ત 330 રૂપિયા ખર્ચ કરીને લાઇફ ઇન્શ્યોરન્સનો લાભ લઈ શકાય છે.
ADVERTISEMENT
Avail affordable life cover for an annual premium of just Rs. 330/- with Pradhan Mantri Jeevan Jyoti Yojana! Get insured to provide security to your loved ones after you. Visit your nearest bank branch/BC Point to get enrolled.#SocialSecurityToAll @PMOIndia @FinMinIndia pic.twitter.com/z8WE8a0g6o
— DFS (@DFS_India) March 2, 2021
ADVERTISEMENT
આ ઉંમરના લોકો લઇ શકે છે યોજનાનો લાભ
આ યોજનાના ફીચરની વાત કરીએ તો રિસ્ક કવરેજ 2 લાખ રૂપિયા છે. જો વીમા ધારકનું અચાનક મોત થઇ જાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળશે. આ યોજનાનો લાભ 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકો લઇ શકે છે. વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયા છે. એક મહિનાનું પ્રમિયમ ફક્ત 27.5 રૂપિયા હોય છે. 27 જાન્યુઆરી 2021 સુધી આ યોજના અંતર્ગત 9 કરોડ 88 લાખ 79 હજાર 708 લોકોએ એનરોલ કરાવ્યું છે. અત્યાર સુધી આ સ્કીમ અંતર્ગત 2 લાખ 8 હજાર 440 ક્લેમ જારી કરવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો કોઇપણ નજીકની સરકારી બેંકની બ્રાંચ પહોંચી શકો છો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના મે 2015માં શરૂ કરવામાં આવી હતી. આ એક ટર્મ વીમા યોજના છે જે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની માન્યતા એક વર્ષની હોય છે અને તે દર વર્ષે તેને રિન્યૂ કરવામાં આવે છે. જો કોઈ કારણસર વીમા ધારકનું મોત થાય છે, તો નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. આ માટે તેણે માત્ર 330 રૂપિયા ચૂકવવા પડશે.
આ યોજના જીવન વીમા નિગમ અને દેશની અન્ય વીમા કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ માટે બેંક ખાતું હોવું જરૂરી છે. જ્યાં તમારું એકાઉન્ટ છે તે બેંક કોઈ વીમા કંપની પસંદ કરવા માટે સ્વતંત્ર છે. તમારા ખાતામાંથી પ્રીમિયમ કાપવામાં આવશે અને વીમા કંપની 2 લાખનો ટર્મ ઈન્શ્યોરન્સ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.