બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને LICએ આપી મોટી રાહત, જાણો શું એલાન કર્યું

જાણી લો / પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને LICએ આપી મોટી રાહત, જાણો શું એલાન કર્યું

Last Updated: 11:51 AM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ હુમલાના મૃતકોના પરિવારજનોને રાહત આપવા માટે એલઆઇસી દ્વારા દાવાની પતાવટ પ્રક્રિયામાં છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ ગુસ્સે છે અને આ પીડામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, જીવન વીમા નિગમ (LIC) એ ગુરુવારે પહેલગામ હુમલાના પીડિતોને રાહત આપવા માટે કરી .

પહેલગામ હુમલાના મૃતકોના પરિવારજનોને રાહત આપવા માટે એલઆઇસી દ્વારા દાવાની પતાવટ પ્રક્રિયામાં છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.. એલઆઈસીએ હુમલામાં નાગરિકોના મોત પર શોક વ્યક્ત કરતા એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે તે તેનાથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. LIC એ જણાવ્યું હતું કે પીડિતોને નાણાકીય રાહત આપવા માટે દાવાની પતાવટ ઝડપી બનાવવામાં આવશે.

LICના CEO અને MD સિદ્ધા મોહંતીએ જણાવ્યું હતું કે LIC પોલિસી ધારકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે વીમા કંપની અનેક પ્રકારની છૂટછાટો આપવા જઈ રહી છે. તેમણે કહ્યું કે મૃત્યુ પ્રમાણપત્રની જગ્યાએ, આતંકવાદી હુમલામાં વીમાધારકના મૃત્યુ માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવેલા કોઈપણ વળતરના સરકારી રેકોર્ડમાં હાજર કોઈપણ પુરાવાને મૃત્યુનો પુરાવો માનવામાં આવશે. વીમા ધારકોના દાવાઓનો વહેલી તકે નિકાલ થાય અને અસરગ્રસ્ત પરિવારોને આર્થિક રાહત મળે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.

હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
LIC એ આ માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે, LIC એ કહ્યું કે કોઈપણ પ્રકારના દાવા માટે, તમે નજીકની LIC શાખા, વિભાગ અથવા ગ્રાહક ક્ષેત્રનો સંપર્ક કરી શકો છો, અથવા તમે 022-68276827 પર પણ કૉલ કરી શકો છો.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ, કરી આ ખાસ વ્યવસ્થા

NSE એ 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી

દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના વડા આશિષ કુમાર ચૌહાણે પહેલગામ આતંકવાદી હુમલા પર ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતોના પરિવારોને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું 22 એપ્રિલ 2025 ના રોજ કાશ્મીરમાં થયેલા આ આતંકવાદી હુમલાથી અમને ખૂબ જ દુઃખ થયું છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. અમે પીડિતોના પરિવારોને 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Relief In Claim Process LIC Announce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ