બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાહન ચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા! વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના

ગાંધીનગર / વાહન ચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા! વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના

Last Updated: 07:45 PM, 5 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા માટે લોકોને આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં જવું પડતું હતું. જે બાબતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિગ લાઈસન્સની પરીક્ષા બાબતે કમિટીની રચના કરવામાં આવી છે.

વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા બાબતે પુનઃ અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ફરી વાહન વ્યવહાર વિભાગ હસ્તક લાવવા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ હયાત નિતિ સંદર્ભે પુનઃ અવલોકન કરવા વિચારણા કરવામાં આવી રહી છે.

વાહનવ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી

ત્યારે આ સમગ્ર બાબતે ઓનલાઈન લર્નિંગ લાઈસન્સ પરીક્ષા બાબતે કમિટીની રચના કરવામાં આવી રહી છે. હયાત લર્નિંગ લાઈસન્સ પદ્ધતિમાં ફેરફાર સંદર્ભે નિર્ણય બાદ ઓનલાઈન પદ્ધતિ માટે કમિટી સમીક્ષા કરસે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.

RTOની કામગીરીનું ભારણ દૂર કરવા કરાયો હતો નિર્ણય

RTO પરથી કામગીરીનું ભારણ દૂર કરવા ITI માંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. તેમજ આ માટે ITIના સ્ટાફને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી.

વધુ વાંચોઃ 'કોના માટે કાયદો અને કોના માટે ફાયદો..' મનિષ દોશીએ PSI જે.એમ. પઠાણના મોત પર ઉઠાવ્યા સવાલ

અઠવાડિયા બાદ કામગીરી હાથ ધરાશે

હાલ ITIના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જે બાદ લર્નિંગ લાઈસન્સ અહીંથી ઈશ્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ITIને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી ITIએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવામાં આવતો હતો. ત્યારે હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીનાં નિર્ણય બાગ લર્નિંગ લાઈસન્સ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Learning Licence Department of Transport Gandhinagar Samachar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ