ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Learn the names of the three chariots involved in Lord Jagannath's rathyatra and its significance

રથયાત્રા 2022 / ખાસ વાત ! જાણો ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ ત્રણેય રથના નામ અને તેનું મહત્વ

Published By: ParthB

Last Updated: 08:58 AM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની સાથે રથમાં સવાર થઇ નીકળે છે. રથયાત્રામાં જગતના નાથનું આગમન પ્રથમ થાય છે.

ADVERTISEMENT

  • પ્રથમ આગમન થાય નંદિઘોષમાં સવાર જગનાથનું   
  • બીજા રથ કલ્પધ્વજમાં સવાર થઈ સુભદ્રાજીનું આગમન દ્વિતિય
  • તલધ્વજ પર સવાર થઈ અંતિમ આગમન થાય બળભદ્રજીનું 

પ્રથમ આગમન થાય નંદિઘોષમાં સવાર જગનાથનું   

રથયાત્રામાં પ્રથમ આગમન નીલ માધવનું થાય છે. જગતના નાથ જે રથમાં સવાર થઇ ભક્તજનોને દર્શન દેવાં નીકળે છે તે રથ નંદિઘોષના નામે ઓળખાય છે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે પ્રભુના તમામ અશ્વ રંગ સફેદ છે અને તેમના રથના દારુકાજી સારથી છે. જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. તેમના રથની ધજાને ત્રિલોક્યવાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને કહે છે શંખચૂડ. જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય 9 દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે.

બીજા રથ કલ્પધ્વજમાં સવાર થઈ સુભદ્રાજીનું આગમન દ્વિતિય

રથયાત્રામાં દ્વિતીય આગમન થાય છે સુભદ્રાજીના રથનું સુભદ્રાજીના રથનુ નામ કલ્પધ્વજ છે. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક જયદુર્ગા છે. તેમના રથ પરનો ધ્વજ નદંબિક તરીકે ઓળખાય છે. તેમના રથના અશ્વ રોચિક મોચિક જિતા અને અપરાજિતા છે. સુભદ્રાજીના રથ ખેંચવા જે દોરડાંનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડા કહે છે.

તલધ્વજ પર સવાર થઈ અંતિમ આગમન થાય બળભદ્રજીનું...

રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજી, તેમના રથ નું નામ છે તલધ્વજ આ રથ બહલધ્વજના નામે પણ પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના સારથીનું નામ છે મતાલી. જ્યારે રથના ચાર અશ્વના નામ છે ત્રીવ, ઘોર, દીર્ધાશ્રમ અને સુવર્ણનાભ. બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે. રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે. આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહે છે. બળભદ્રજીના રથમાં તેમની સાથે બિરાજમાન થાય નવ દેવતા છે. રથમાં બિરાજીત પ્રભુના ભક્તજનોને દર્શન દેવા નીકળે છે ત્યારે દર વર્ષે લાખોની જનમેદની ઉમટી પડે છે. નાથનાં આગમનની સાથે જ ભાવિક ભક્તો જય જગન્નાથના નાદ સાથે આકાશ અને આંગન ગજવી દે છે. આવેલાં પ્રભુના દર્શન કરી ભક્ત જનો ધન્યતા અનુભવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lord Jagannathji RathYatra Significance ahmedabad અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા Rath yatra 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ