ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Lata Mangeshkar health updates

મોટા સમાચાર / લતા દીદીનું સ્વાસ્થ્ય ફરી લથડતાં વેન્ટિલેટર પર કરાયા શિફ્ટ, હેલ્થ બુલેટિનમાં હોસ્પિટલે જુઓ શું કહ્યું

Published By: Pravin

Last Updated: 02:12 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાનીએ જણાવ્યું છે કે, લતા મંગેશકરની તબિયત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે.

ADVERTISEMENT

ભારત રત્ન અને મહાન ગાયિકા લતા મંગેશકરની તબિયત ફરી એક વાર બગડી છે. મુબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાનીએ જણાવ્યું છે કે, લતા મંગેશકરની તબિયત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. તેમની હાલત નાજૂક છે. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેઓ હાલમાં પણ ICUમાં છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

 

લતા મંગેશકરને 10 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને નિમોનિયા થયા બાદ સુર સામ્રાજ્ઞીને ભરતી કરવામા આવ્યા હતા. મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, જે તેમના ઘર લતા કુંજથી ફક્ત 500 મીટરના અંતરે છે. ડોક્ટર પ્રતીત સમદાની તેમની સારવાર કરી રહ્યા છે, જે ફેફસાના નિષ્ણાંત છે. તેમણે જ લતા દીદીનું હેલ્થ અપડેટ આપ્યું છે.


પહેલા વેન્ટીલેટર હટાવી દીધું હતું

28 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લતા મંગેશકર પર દવાઓની સારી અસર થઈ રહી હતી. જે બાદ તેમને વેન્ટીલેટર પરથી હટાવીને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. માનવામાં આવી રહ્યું હતું કે, તેઓ જલ્દી સાજા થઈને ઘરે જઈ શકશે. જો કે, આજે ફરી એક વાર ફેન્સમાં ચિંતાના વાદળો છવાયા છે. સાથે જ ઈંડસ્ટ્રીના લોકો પણ તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Lata mangeshkar Lata mangeshkar health update Mumbai lata mangeshkar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ