બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વ્યાજના પૈસા એકસાથે કરાશે જમા
EPFOએ માહિતી આપતા કહ્યું કે, કર્મચારીઓના ખાતામાં જ્યારે પણ વ્યાજના પૈસા જમા કરવામાં આવશે ત્યારે એકસાથે જમા કરવામાં આવશે. કોઈ પણના વ્યાજનું નુકસાન થશે નહીં. EPFOએ પોતાના આ ટ્વિટમાં એવુ જણાવ્યું નથી કે પ્રોવિડન્ટ ફંડના વ્યાજના પૈસા ક્યારે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મોદી સરકારે નાણાંકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજની મંજૂરી આપી છે. એવુ મનાઈ રહ્યું છે કે, ઓગષ્ટના અંત સુધીમાં પ્રોવિડન્ટ ફંડનું 8.5 ટકા વ્યાજ ટ્રાન્સફર કરી શકાય છે.

ADVERTISEMENT
વ્યાજ દર 7 વર્ષના નિચલા સ્તરે
મહત્વનું છે કે, ગયા વર્ષે નાણાંકીય વર્ષ 2019-20માં KYC માં થયેલા ગોટાળાને કારણે ઘણાં કર્મચારીઓએ લાંબી રાહ જોવી પડી હતી. EPFOએ નાણાંકીય વર્ષ 2020-21 માટે વ્યાજ દરોમાં ફેરફાર કર્યા વિના 8.5 ટકા પર યથાવત રાખ્યા હતા. જે ગયા વર્ષના 7 વર્ષના સૌથી નિચલા સ્તરે છે.

ADVERTISEMENT
મિસ્ડ કોલ કરી ચેક કરો તમારું પીએફ બેલેન્સ
જો તમારે પ્રોવિડન્ટ ફંડના પૈસા ચેક કરવા છે, તો તમારે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. ત્યારબાદ EPFOના મેસેજ દ્વારા તમને PFની માહિતી મળી જશે. અહીં પણ તમારે UAN, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરવુ પડશે.

ADVERTISEMENT
ઓનલાઈન બેલેન્સ કેવીરીતે ચેક કરશો ?
જો કર્મચારીએ ઓનલાઈન બેલેન્સ ચેક કરવુ હોય તો તેના માટે કર્મચારીએ ઈપીએફઓની વેબસાઈટ પર લોગ ઈન કરવુ પડશે. epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો. હવે તમારા ઈ-પાસબુક પર ક્લિક કરી એક નવુ પેજ passbook.epfindia.gov.in પર આવી જશો. હવે અહીં તમે તમારું નામ, પાન નંબર, પાસવર્ડ ભર્યા પછી દરેક માહિતી ભર્યા બાદ એક નવુ પેજ આવી જશે. અહીં મેમ્બર આઈડીની પસંદગી કરવી પડશે. જ્યાં ઈ-પાસબુક પર પોતાનું ઈપીએફ બેલેન્સ મળી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.