બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch is the largest district not only of Gujarat but also of India

સંશોધન / કચ્છમાં નવા રોજગારની તક: એક વિદ્યાર્થિનીએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ શોધી, કિંમતી પણ ખરી

Dinesh

Last Updated: 08:56 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News: કચ્છના મૂળભૂત ખનીજ ઉપરાંત તેમાંથી નીકળતા વેસ્ટમાંથી પણ અનેકવિધ સ્ટોન રૂપે ખનીજ મળે છે

કચ્છ માત્ર ગુજરાતનો જ નહીં પરંતુ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. દરિયો, રણ અને ડુંગરની વિશેષતા ધરાવતા આ જિલ્લાના પેટાળામાં અનેક પ્રકારના કુદરતી મૂલ્યવાન તત્વો ધરબાયેલા છે. ધોળાવીરાની હડપ્પન સાઈટ, જુરાસિક પાર્ક ફોસિલ , કચ્છનું સફેદ રણ, બન્નીના ઘાસિયા મેદાન, લખપતના માતાના મઢ પાસે આવેલી લાલ રેતાળ જમીન વગેરે અનેક સ્થળો ભૂસ્તરશાસ્ત્રીઓને સંશોધન માટે અગત્યના છે.ત્યારે વધુ એક સંશોધનથી કચ્છ જાણીતું બની રહ્યું છે.

કચ્છ વિરાસતથી ભરેલું
કચ્છમાં દેશનો નંબર વન જીઓપાર્ક બની શકે છે, વિશ્વમાં નથી તેવા અજોડ અને અલભ્ય ખડકો, અશ્મિઓ અહીં ધરબાયેલા છે તેને રક્ષિત કરીને જાળવવા પડી શકે છે. અમને જણાવા મળ્યું છે કે, કચ્છની જો વાત કરીએ 200 મિલિયન વર્ષ જુની અહીંની જીઓલોજી  ગિફ્ટ  છે. થ્રી ડાયમેનશન રીતે જોઇએ તો કોઇપણ વિસ્તારમાંથી કરોડો વર્ષ જુના ખડકો કે, પેટ્રોલિયમ રોકસ ધરબાયેલા છે. યુનેસ્કો પણ જેને અતિ મહત્વ આપે છે અને તે અંગે રક્ષિત નિયમો જાહેર કરે છે એવા જીઓલોજિ અંતર્ગત કચ્છમાં દુનિયામાં ન મળે તેવા પુરાવાઓ હયાત છે. અભ્યાસ ઉપરાંત જીઓ ટુરિઝમ માટે આવા ખડકો ઉપયોગી છે

ભવ્યતા ચાવડાનું અનોખું સંશોધન
કચ્છમાં આવેલી વિવિધ જીયોલિજી સાઇડ્સ અંગે કચ્છ યુનિવર્સીટીના પી.એચ.ડી વિદ્યાર્થીની ભવ્યતા ચાવડાએ અનોખું સંશોધન કર્યું છે. તેમણે કહ્યું કે, કચ્છના મૂળભૂત ખનીજ ઉપરાંત તેમાંથી નીકળતા વેસ્ટમાંથી પણ અનેકવિધ સ્ટોન રૂપે ખનીજ મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ વિષય પર કરાયેલા સંશોધન બાદ જાણવા મળ્યું કે, કચ્છના બ્લેકટ્રેપની લીઝમાં ખોદકામ બાદ કાઢવામાં આવતા વેસ્ટમાંથી મૂલ્યવાન એવા પેક્ટ્રોલાઇડ્સ,નેટ્રોલાઇડ્સ,અગેટ્સ,મોસ અગેટ્સ તેમજ કેલ્સાઈડ્સ જેવા ખનીજના સ્ટોન મળી આવ્યા છે. જેનો ઉપયોગ વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે.જેમકે અગેટ્સ સહિતના ખનીજનો ઉપયોગ જવેલરી ઇન્ડસ્ટ્રીઝ તેમજ કેલ્સાઈડઝ ખનીજનો ઉપયોગ કેમેરાના લેન્સ બનાવતી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે છે

વાંચવા જેવું:  અમદાવાદીઓ માટે ખુશખબર, હવે ટ્રાફિક સિગ્નલ પર વધારે ઊભું નહીં રહેવું પડે, જોરદાર સિસ્ટમ લાગશે 

વેસ્ટ માંથી બેસ્ટ
કચ્છ યુનિવસીટીના સંશોધન બાદ કચ્છમાં લોકોને શું ફાયદો થશે તે અંગે ભવ્યતા ચાવડાએ જણાવ્યું કે, અત્યાર સુધી બ્લેકટ્રેપનું કામ કરતા લોકોને વેસ્ટ કાઢવા મોટું ખર્ચ થતું અને તેઓ વેસ્ટને ફેંકી દેતા હતા, પરંતુ હવે સંશોધન બાદ વેસ્ટમાંથી બેસ્ટ અંગે જાણકારી મળી રહેશે. ત્યારે તેઓ પણ આવા વેસ્ટના ડમ્પ બનાવી વેંચીને નફો મેળવી શકશે. સાથે આ પ્રકારના ખનીજોથી સ્થાનિક લોકોને રોજગારી આપી સ્વાલંબી બનાવી શકશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ