બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch Famous bhirandyara mitho mavo making method and its speciallity

VTV EXCLUSIVE / કચ્છ ભીરંડયારાનો મીઠો માવો બનાવવા માટે લાગે છે કલાકોની મહેનત, જાણો કેમ વિશેષ છે આ માવો?

Vaidehi

Last Updated: 04:56 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છની મુલાકાતે ગયા હશો તો દાબેલી, ભાજીકોન તો ખાધા જ હશે. પરંતુ શું તમને ભીરંડયારાના મીઠા માવા વિશે ખ્યાલ છે? જો નથી, તો આ આર્ટિકલમાં અમે તમને માવાની ખાસિયતથી લઈને બનાવવાની રીત સુધીની બધી જ વાતો જણાવી રહ્યાં છીએ.

  • કેમ ખાસ છે ભીરંડયારાનો મીઠો માવો?
  • કલાકોની મહેનત બાદ માંડ 1 કિલો માવો બને છે
  • જાણો ફેમસ મીઠા માવાનો ભાવ અને બનાવવાની રીત

VAIDEHI BHINDE, VTVGujarati: "ભલો અસાંજો કચ્છ અને ભલા અસાંજા માડુ." ભારતનાં પશ્ચિમ છેવાડાના કચ્છની જ્યારે વાત આવે ત્યારે કચ્છનું સફેદ લાંબુ રણ અને કચ્છની સંસ્કૃતિ યાદ આવી જાય. બારેમાસ ધમધમતા આ વિશ્વવિખ્યાત કચ્છનાં વિવિધ ફરવાલાયક સ્થળોની સાથે અહીંનું સ્વાદિષ્ટ ભોજન અને મીઠાઈ પણ ખૂબ વખણાય છે. શિયાળામાં મળતા અડદિયા હોય, દાબેલી હોય કે ભાજીકોન, પ્રવાસીઓને કચ્છી વાનગીઓ દાઢે વળગે છે છે. ખાસ કરીને કચ્છનાં ખાવડામાં આવેલ બન્ની વિસ્તારનો મીઠો માવો એટલે કે દૂધનો હલવો ખૂબ વખણાય છે. આપણી આસપાસની દરેક મીઠાઈની દુકાન કે પછી ડેરી પર મળતા મીઠા માવા કરતાં કચ્છના ભીરંડિયારાનો માવો જુદો પડે છે. 

5 લિટર દૂધમાંથી માત્ર 1 કિલો માવો બને.
ભીરંડયારાના રસ્તા પરથી તમે પસાર થાવ તો બંને બાજુ તમને મીઠા માવાની અઢળક દુકાનો જોવા મળે. અમે પણ આવી જ એક દુકાન ધરાવતા સુમારભાઈ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે 5 લિટર દૂધમાંથી માત્ર 1 કિલો જ માવો બને છે. સુમારભાઈનું કહેવું છે કે,'મીઠો માવો બનાવવાની પ્રક્રિયા કલાકોની ધીરજ માંગી લે છે. કારણ કે આમાં 5 લિટર દૂધને લાકડાની ભઠ્ઠીમાં ધીમા તાપે કલાકો સુધી ઉકાળવું પડે છે. બાદમાં તેમાં અડધો કિલો જેટલી ખાંડ નાખીને ધીમા તાપે દૂધને સતત હલાવવું પડે છે. જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થાય, ત્યારે તેને ચોકામાં પાથરીને ગરમા ગરમ મીઠો માવો તૈયાર થાય છે.’
 
કેમ ખાસ છે ભીરંડયારાનો મીઠો માવો?
એવી માન્યતા છે કે જ્યાંનું જેવું પાણી, ત્યાંના લોકોનો તેવો સ્વભાવ. કંઈક અંશે ભીરંડયારાના માવાનું પણ આ જ રહસ્ય છે. જો કે અહીં કમાલ તો દૂધનો છે. સુમારભાઈના કહેવા પ્રમાણે આ મીઠો માવો ભેંસનાં દૂધમાંથી બને છે. ગાયનું દૂધ દાણી વગરનું હોય છે, જ્યારે ભેંસનું દૂધ જાડું અને દાણીવાળું હોય છે. દાણીવાળા દૂધમાંથી મીઠો માવો તૈયાર થાય છે. વધુમાં કચ્છની આબોહવા અને માટીનાં લીધે બન્નીમાં તમામ પ્રકારના ઘાસ તૈયાર થાય છે. બન્નીના ઘાસ વિશે તમે પર્યાવરણમાં ભણ્યાં જ હશો. આ ઘાસને કારણે ભેંસના દૂધની ક્વોલિટી અને તેનો સ્વાદ પણ વિશિષ્ટ હોય છે.   

વાંચવા જેવું:સફેદ રણ સિવાય પણ કચ્છનાં આ સ્થળ છે શાનદાર, સોશિયલ મીડિયા પર થયા છે વાયરલ

જાણો ફેમસ મીઠા માવાની કિંમત
કચ્છનો લોકપ્રખ્યાત મીઠો માવો પ્રવાસીઓ અચૂક ચાખતા જાય છે. અહીં દરેક દુકાનમાં રોજનો સરેરાશ 5- 10 કિલો જેટલો મીઠો માવો વેચાય છે. જ્યારે શનિ-રવિ હોય કે તહેવારની રજા હોય ત્યારે વધુ ટુરિસ્ટ આવે ત્યારે ક્યારેક 20 કિલો માવો પણ વેચાઈ જાય છે.  સામાન્ય રીતે 1 કિલો મીઠા માવાની કિંમત 400 રૂપિયા હોય છે, જ્યારે ડ્રાયફુટ -ગુલાબવાળા મીઠા માવાનો ભાવ આશરે 460 રૂપિયા/કિલો રહે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ