ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / ktm-s-cheapest-bike-launches-in-india-learn-features-and-price

NULL / KTMનું સૌથી સસ્તું બાઇક ભારતમાં થયુ લોન્ચ જાણો ફિચર્સ અને કિંમત

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

KTMએ પોતાની સસ્તી બાઇક Duke 125ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ બાઇકની કિંમત 1.18 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખી છે. આ બાઇક માટે બુકિંગ એક મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવી હતી. 

આ બાઇકના ઇંટરનેશનલ મોડલનો લુક 390 Dukeથી મળતો આવે છે. તો ભારતીય મોડેલની ડિઝાઇન જૂના Duke 200થી પ્રેરિત છે. Duke 125માં નવા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.

મિકેનિકલ વિશે વાત કરીએ તો KTM Duke 125માં 124.7cc લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 14.3bhp પાવર અને 12Nm પીક ટોર્ક જનરેટ કરે છે.



આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ નવી બાઇકમાં હાલના સેગમેન્ટના પ્રથમ ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં ટ્રેઇલ ફ્રેમ્સ અને એલ્યુમિનિયમ સ્વાઈનગ્રામ્સ સામેલ છે.

બ્રેકિંગ માટે આ નવી બાઇકની આગળ અને પાછળના ભાગમાં 300mm અને 230mm ડિસ્ક અનુક્રમે આપવામાં આવે છે. આ ઉપરાંત વધારાની સુરક્ષા માટે આ બાઇકમાં સ્ટાન્ડર્ડ એક-ચેનલ ABS યૂનિટ છે. તમને જણાવી દઇએ કે આ બાઇક ભારતમાં પ્રથમ 125ccની છે. જેમાં ABS (એન્ટિ લૉક બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવી છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ