બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'દીકરીએ આપઘાત કર્યો છે' રેપ-મર્ડર બાદ લેડી ડોક્ટરના ઘેર કોણે કર્યો ફોન? શું કામ ખોટું કીધું

કોલકાતામાં કાળું કૃત્ય / 'દીકરીએ આપઘાત કર્યો છે' રેપ-મર્ડર બાદ લેડી ડોક્ટરના ઘેર કોણે કર્યો ફોન? શું કામ ખોટું કીધું

Last Updated: 09:34 PM, 12 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના કોલકાતાની એક મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઈની લેડી ડોક્ટરના રેપ અને મર્ડરમાં એક આઘાતજનક ખુલાસો થયો છે.

પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં 31 વર્ષીય ટ્રેઈની ડોક્ટરના ઘાતકી રેપ અને મર્ડરમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટનું હળાહળ જુઠાણું સામે આવ્યું છે. ચેસ્ટ મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટે મામલામાં ભીનું સંકેલી લેવા માટે પીડિત પરિવારના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેમની દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. હવે સવાલ એ છે કે આખરે મેડિકલ સુપ્રિટેન્ડન્ટને આવું કહેવાની શું જરુર હતી. હકીકતમાં લેડી ડોક્ટર સાથે આટલી દરિંદગી કરાઈ હતી છતાં તેઓ શા માટે હળાહળ ખોટું બોલ્યાં હતા. આ વાત શંકા ઉપજાવે તેવી છે.

આટલી દરિંદગી છતાં શા માટે ખોટું બોલ્યાં ડોક્ટર

ટ્રેઈની ડોક્ટર સાથે આટલી હદે દરિંદગી થઈ હતી છતાં એમડીએ ફોન કરીને શા માટે હળાહળ ખોટું કહ્યું કે તમારી દીકરીએ આપઘાત કરી લીધો છે.

7 ડોક્ટરોની પૂછપરછ

પોલીસે આજે આ કેસમાં મેડિકલ કોલેજના ઈન્ટર્ન, હાઉસ સ્ટાફ, પીજીટી સહિત 7 જુનિયર ડોક્ટરોને બોલાવીને પૂછપરછ કરી છે. રેપ અને મર્ડર પહેલા ચાર ડોક્ટરો ટ્રેઈની ડોક્ટર સાથે રાતે ડિનર લીધું હતું અને સાથે નીરજ ચોપરાની સિલ્વરની મેચ પણ જોઈ હતી.

કોણ છે આરોપી

ટ્રેઈની ડોક્ટરના ઘાતકી રેપ અને મર્ડરનો એકમાત્ર આરોપી સિવિક વોલિન્ટિયર છે જેણે સેમિનાર હોલમાં પીડિતા સાથે રેપ આચરીને ઘાતકી હત્યા કરી નાખી હતી.

શું બન્યું હતું મેડિકલ કોલેજમાં

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર ગુરુવારે રાતે 31 વર્ષીય લેડી ડોક્ટર સાથે રેપ અને મર્ડર થયું હતું. સિવિલ વોલિન્ટિયર સંજય રોયે નશાની હાલતમાં વહેલી સવારે હોલમાં આવીને ડોક્ટર સાથે દરિંદગી આચરી હતી. સવારમાં ડોક્ટરની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું.

વધુ વાંચો : લેડી ડોક્ટર સાથે હેવાનિયત બાદ ડોક્ટરોનું દેશવ્યાપી હડતાળનું એલાન, શું છે હાઈ પ્રોફાઈલ ક્રાઈમ?

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું?

શુક્રવારે રાતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર શુક્રવારે સવારે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kolkata doctor rape murder, Kolkata doctor rape murder Kolkata rape murder RG Kar Hospital rape murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ