બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli scored 14 runs in 1 ball in the India vs Bangladesh match

અનોખો રેકોર્ડ / Video: ટીમ ઈન્ડિયાને 1 બોલમાં મળ્યા 14 રન, પણ કેવી રીતે? કોહલીએ મેદાનમાં પગ મૂકતાં જ મચાવ્યો હતો કોહરામ

Kishor

Last Updated: 10:43 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13મી ઓવરના પાંચમા બોલમાં મેદાન પર ઉતરેલા કોહલીએ 1 બોલમાં 14 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી.

  • ભારતે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
  • કોહલીએ 1 બોલમાં 14 રન બનાવી શાનદાર શરૂઆત કરી
  • કોહલી 103, ગિલ 53 અને રોહિતના 48 રન

ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે ઉજળા સંજોગ જોવા મળી રહ્યા છે. કારણ કે ટીમ ઇન્ડિયાના સાવજોએ આજે સતત ચોથી વખત વર્લ્ડ કપ 2023માં જબરદસ્ત જીત હાંસલ કરી છે અને બાંગ્લાદેશને 7 ક્રિકેટ હરાવ્યું છે. આ મેચનો હીરો ભારતીય ટીમના રોહિત શર્મા અને બેસ્ટમેન વિરાટ કોહલી રહ્યા હતા. વિરાટ કોહલીની બેટિંગ નિર્ણાયક સાબિત થઈ હતી. તેમણે 103 રનનો પહાડ સર્જી પોતાની 48મી વન-ડે સદી ફટકારી હતી. સાથે જ 26,000 આંતરરાષ્ટ્રીય રન પર પૂર્ણ કરવા માટેનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

3 વિકેટમાં જીત હાંસલ કરી
 મહત્વનું છે કે પુણેના MCA ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ 2023 માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહામુકાબલો યોજાયો હતો. જેમાં ટોસ જીતીને બાંગ્લાદેશે બેટિંગનો નિર્ણય કર્યો હતો..જેમાં 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા.જે ટાર્ગેટને પૂર્ણ કરવા ઉતરેલ ભારતીય બેટર્સે 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં 3 વિકેટમાં જીત હાંસલ કરી લીધી હતી.

Image

એક જ બોલમાં 14 રન મળ્યા

મેદાનમાં ઉતરેલા રોહિત શર્મા અડધી સદીથી થોડે દૂર 48 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ મોરચો કોહલીએ સંભાળ્યો હતો અને તેમણે મેદાનમાં રીતસરનો તરખાટ મચાવી દીધો હતો. 13મી ઓવરના પાંચમા બોલમાં મેદાન પર ઉતરેલા કોહલીએ 1 બોલમાં 14 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી. આવું એટલા માટે થયું કે કોહલીએ પહેલા જ બોલમાં બે રન લીધા હતા. જોકે આ બોલ નો બોલ સાબિત થતા તેમને એક રન વધારાનો મળ્યો હતો. એટલે કે કુલ ત્રણ રન થયા અને ત્યારબાદ ફ્રી હિટ મળી હતી. આ દરમિયાન કોહલીએ બાઉન્ડ્રી ફટકારી હતી અને તે પણ નો બોલ રહેતા ફરી ફ્રિ હિટ મળી હતી. જેમાં કોહલીએ 6 ફટકારટા જોરદાર શરૂઆત થઈ હતી. આમ એક જ બોલમાં 14 રન મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ