બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO એ બદલ્યો 10 વર્ષ જૂનો નિયમ, હવે આ કર્મચારીઓને પણ મળશે પેન્શન, જાણો કયો નિયમ બદલાયો

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / EPFO એ બદલ્યો 10 વર્ષ જૂનો નિયમ, હવે આ કર્મચારીઓને પણ મળશે પેન્શન, જાણો કયો નિયમ બદલાયો

Last Updated: 07:35 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નાણા મંત્રાલયે EPFની સેલરી લિમિટ 15000થી વધારીને 25000 રૂપિયા કરવાને મંજૂરી આપી છે. જેથી વધુ કર્મચારીઓને PF અને પેન્શનનો લાભ મળી શકશે.

1/7

photoStories-logo

1. EPFO

EPFOને લગતી એક મોટી ખબર સામે આવી છે. જેમાં નાણા મંત્રાલયે EPF હેઠળની સેલરી લિમિટ (વેજ સીલિંગ) 15000 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા પ્રતિ મહિના કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આથી મહિને 25000 રૂપિયા સુધીની પગાર મેળવતા વધુ કર્મચારીઓ EPF અને પેન્શન યોજનાના દાયરામાં આવશે. જોકે આ ફેરફાર હજુ લાગુ થયો નથી. તેને અમલમાં મૂકતા પહેલાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી હજુ બાકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બેઝિક સેલરી

EPFOના નિયમો અનુસાર જે કર્મચારીઓની બેઝિક સેલરી 15000 રૂપિયા સુધી હોય તો તેમના માટે PFમાં યોગદાન ફરજિયાત હતું. તેનાથી વધુ બેઝિક સેલરી ધરાવતા કર્મચારીઓ માટે આ નિયમ ફરજિયાત નહોતો. નાણા મંત્રાલયે આ લિમિટ વધારીને 25000 રૂપિયા કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કે વધુ નોકરીયાત લોકો EPF અને પેન્શનના લાભમાં આવી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 30000 કરવાનો પણ હતો પ્લાન

નાણા મંત્રાલયે EPFOની સેલરી લિમિટ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હાલની 15000 રૂપિયાની જગ્યાએ 25000 રૂપિયા પ્રતિ મહિના સુધીની સેલરી ધરાવતા કર્મચારીઓને PF અને પેન્શન યોજનામાં સામેલ કરવાની તૈયારી ઝડપી બની છે. આ રિપોર્ટ મુજબ શરૂઆતમાં આ લિમિટને 30000 રૂપિયા સુધી વધારવાનું પણ વિચારાયું હતું. પરંતુ અંતે નાણા મંત્રાલયે 25000 રૂપિયાની નવી મર્યાદાને મંજૂરી આપી. કેબિનેટની મંજૂરી મળ્યા પછી સરકાર તેની અમલ તારીખ જાહેર કરશે. આથી વધુ કર્મચારીઓને EPF અને પેન્શનનો લાભ મળી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. નવો નિયમ ક્યારે થશે લાગુ ?

કેબિનેટથી મંજૂરી મળ્યા બાદ પણ નવો નિયમ તરત જ લાગુ થવાની સંભાવના ઓછી છે. કેમ કે કંપનીઓ અને એમ્પ્લોયરોને તેમના પેરોલ સિસ્ટમ, કમ્પ્લાયન્સ પ્રોસેસ અને બીજા જરૂરી કામોમાં ફેરફાર કરવા માટે સમયની જરૂર પડશે. એટલે સરકાર નવા નિયમ લાગુ કરતા પહેલાં થોડો ટ્રાન્ઝિશન પિરિયડ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. 1 એપ્રિલ 2027થી લાગુ?

રિપોર્ટ અનુસાર નવી EPF સેલરી લિમિટ 1 એપ્રિલ 2027થી લાગુ થઈ શકે છે. જોકે અંતિમ તારીખ કેબિનેટની મંજૂરી અને કંપનીઓની તૈયારીને ધ્યાનમાં રાખીને નક્કી થશે. યાદ રહે કે EPFOની સેલરી લિમિટમાં છેલ્લે સપ્ટેમ્બર 2014 માં ફેરફાર થયો હતો, જ્યારે તેને 6500 થી વધારીને 15000 રૂપિયા કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સરકાર અને કંપની કેટલું યોગદાન આપશે?

જો સરકાર EPFOની સેલરી લિમિટ વધારે તો તેનો આર્થિક બોજ પણ વધી શકે છે. જેમાં કર્મચારીના PF અને પેન્શન ફંડમાં કંપની સાથે સરકાર પણ યોગદાન આપે છે. કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ એમ્પ્લોયર બેઝિક સેલરીના 8.33 % અને કેન્દ્ર સરકાર 1.16 %નું યોગદાન આપે છે. નાણાકીય વર્ષ 2026- 27માટે સરકારે EPS માટે 11144 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કયા કર્મચારીઓને મોટો ફાયદો?

આ નિયમ હાલમાં માત્ર એવી કંપનીઓ પર લાગુ થાય છે જ્યાં 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે. નાની સંસ્થાઓ ઈચ્છે તો પોતાની મેળે EPFO સાથે જોડાઈ શકે છે પણ તેમના માટે તે ફરજિયાત નથી. આ પ્રક્રિયા મુખ્યત્વે સંગઠિત ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે છે તેથી તેમને આનો મોટો ફાયદો થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અલગ પેન્શન વ્યવસ્થા હેઠળ આવે છે આથી તેમના પર EPSના નિયમો લાગુ નથી થતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Finance Ministry increase salary EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ