બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 50 રૂપિયાની નકલી નોટથી પણ થઈ શકે છે છેતરપિંડી! જાણો અસલી નોટ ઓળખવાની સરળ રીત
5 ફોટો ગેલેરી
Last Updated: 08:58 AM, 21 July 2026
1/5
ખરીદી કરતી વખતે, આપણે ઘણીવાર 100, 50, 20 કે 10 રુપિયા જેવી નાની રકમની નોટો તપાસ્યા વિના સીધી જ આપણા ખિસ્સામાં મૂકી દઈએ છીએ. જોકે, આ આદતને કારણે આપણે ક્યારેક છેતરપિંડીનો ભોગ બની શકીએ છીએ, કારણ કે અસલી નોટોને બદલે નકલી નોટો આપણા ખિસ્સામાં આવી શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 50ની નોટની ઓળખ કરવાની એક ખૂબ જ સરળ પદ્ધતિ જણાવી છે.
2/5
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની અધિકૃત વેબસાઇટ પર અસલી ભારતીય ચલણી નોટોની ઓળખ દર્શાવતી વિશેષતાઓ જણાવવામાં આવી છે. તેમાં 50ની નોટના અનેક ફીચર્સ છે જે અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત પારખવામાં મદદ કરે છે. આ વિશેષતાઓ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેની નકલ કરવી મુશ્કેલ છે. તેથી, અસલી નોટની ઓળખ કરવા માટે આ બાબતો પર ખાસ ધ્યાન આપો.
3/5
RBI ની વેબસાઇટ અનુસાર, અસલી 50 રુપિયા ની નોટ ઓળખવી ખૂબ જ સરળ છે. નોટના ડાબા ખૂણામાં નીચે '50' નંબર દર્શાવતું 'સી-થ્રુ' સિક્યોરિટી ફીચર હોય છે, જ્યારે નોટને પ્રકાશ સામે રાખવામાં આવે છે ત્યારે તે સ્પષ્ટ રીતે દેખાય છે. નોટ પર દેવનાગરી (હિન્દી) લિપિમાં '50' નંબર પણ છાપેલ છે. નોટના આગળના ભાગમાં મધ્યમાં મહાત્મા ગાંધીની છબી છાપેલ છે.
4/5
50ની નોટની જમણી બાજુએ RBIની ગેરંટી, ગવર્નરની સહી, ચૂકવણીનું વચન અને RBIનો લોગો દર્શાવવામાં આવ્યા છે. નોટના ઉપરના ડાબા ભાગમાં, સીરીયલ નંબર ચડતા ક્રમમાં છાપવામાં આવ્યો છે, જેમાં નાના અંકોથી શરૂઆત થઈને ક્રમશઃ મોટા અંકો તરફ આગળ વધાય છે. સીરીયલ નંબર નોટના નીચેના જમણા ભાગમાં પણ છાપવામાં આવ્યો છે, જેમાં અંકોનું કદ નાનાથી મોટા તરફ વધતું જાય છે. ચલણી નોટની નીચેની જમણી બાજુએ અશોક સ્તંભનું પ્રતીક (રાષ્ટ્રીય પ્રતીક) અંકિત થયેલું છે.
5/5
ઉલ્લેખનીય છે કે નકલી નોટોથી બચવા માટે RBI વારંવાર લોકોને ચલણી નોટો પર રહેલી સુરક્ષા વિશેષતાઓથી માહિતગાર થવાની સલાહ આપે છે. જો કોઈ નોટ અંગે શંકા હોય, તો તેને પ્રકાશની સામે રાખીને અને આ સુરક્ષા ચિહ્નોની તપાસ કરીને તેની અધિકૃતતા ચકાસી શકાય છે. તેથી, જ્યારે પણ તમને 50 રુપિયાની નોટ મળે, ત્યારે તેનો ઉપયોગ કરતા પહેલા તમારે તેને સારી રીતે તપાસી લેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ