ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / know how to create ration card

તમારા કામનું / રેશન કાર્ડ બનાવવું છે ખૂબ જરુરી, જાણો રેશન કાર્ડ બનાવવાની સરળ રીત

Published By: Nikul

Last Updated: 04:33 PM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેશન કાર્ડ એક સરકારી દસ્તાવેજ છે અને તેનાં દ્વારા સરકારી વિતરણ પ્રણાલી પ્રમાણે સસ્તા અનાજ દુકાનેથી ઘઉં, ચોખા વગેરે જેવી બજાર કિંમતથી ઓછા દરે ખરીદી શકાય છે. રેશન કાર્ડને ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવ્યું છે તેનાં આધાર પર રેશન આપવામાં આવે છે. દરેક રાજ્યમાં રેશન કાર્ડ બનાવવાની રીત જુદી જુદી છે અને તેની માહિતી હોવી અગત્ત્યની છે.

ADVERTISEMENT

  • રેશન કાર્ડ ત્રણ પ્રકારનાં હોય છે
  • દરેક રાજ્યમાં રેશન કાર્ડ કઢાવવાની રીત જુદી હોય છે
  • ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે રેશન કાર્ડ કઢાવી શકાય છે

રેશન કાર્ડ છે મહત્વનો દસ્તાવેજ 
રેશન કાર્ડ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે અને રેશન કાર્ડ એક સરકારી દસ્તાવેજ છે અને તેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે પણ કરવામાં આવે છે. તેની સાથે તેના થકી સરકારી રેશન ડેપોમાંથી યોગ્ય કિંમતે રેશન પણ મળે છે. આ કાર્ડ રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક વિતરણ પ્રણાલી અનુસાર પોતાના નાગરિકોને આપવામાં આવે છે. હાલમાં જ સરકારે વન નેશન વન કાર્ડની યોજનાને પણ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં આ મહત્ત્વનો દસ્તાવેજ બનાવવો ખૂબ જરુરી છે. 


રેશન કાર્ડનાં પ્રકાર
રેશન કાર્ડ ત્રણ પ્રકારનાં હોય છે. જેમાં બીપીએલ, એપીએલ અને એએવાઈ વર્ગમાં વિતરણ કરવામાં આવે છે. બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન જે કાર્ડ તે ગરીબ પરીવારોને આપવામાં આવે છે જે ગરીબી રેખાની નીચે આવે છે. આ કાર્ડ ધારકોને સરકાર 25થી 35 કિલો સુધીનું રેશન આપે છે. એપીએલ એટલે એબોવ પોવર્ટી લાઈન આ રેશન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જે ગરીબી રેખાની ઉપર છે અને આ કાર્ડ ધારકોને 15 કિલો સુધીનું અનાજ આપવામાં આવે છે. ત્રીજુ કાર્ડ એએવાય એટલે કે અંત્યોદય કાર્ડ જે એવા લોકોને આપવામાં આવે છે જે ખૂબજ ગરીબ છે અને ગરીબી રેખાની પણ નીચે છે. રાજ્ય સરકાર એવા પરિવારોને મહિને 35 કિલો સુધીનું અનાજ આપે છે.


કેવી રીતે બનાવશો રેશન કાર્ડ
રેશન કાર્ડ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. દરેક રાજ્યોમાં રેશન કાર્ડ બનાવવાની રીત જુદી જુદી છે. જેને ઓફલાઇન પણ બનાવડાવી શકાય છે. ઉત્તર પ્રદેશનાં નિવાસિઓને રેશન કાર્ડ બનાવવા માટે આ લિંક https://fcs.up.gov.in/FoodPortal.aspx પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારે એક્સેસ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે માહિતી માંગી હશે તેને ભરી દો. જાણકારી ભરીને તેને પોતાના ક્ષેત્રનાં રેશન ડીલરને અથવા ફૂડ સપ્લાય વિભાગની ઓફિસમાં સોંપી દો. રેશન કાર્ડનું ફોર્મ જમા કર્યા હાજ તેની રિસીપ્ટ જરુરથી લો.


કયા ડોક્યુમેન્ટની જરુર પડશે
રેશન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજ જરુરથી જોડે રાખો. જેમાં આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ હોવુ જરુરી છે. ઉપરાંત પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આવકનું પ્રમાણ પત્ર, એડ્રેસ પ્રૂફ, બેંકની પાસબુકની પણ જરુર પડશે.


રેશન કાર્ડ કોને મળી શકે છે
રેશન કાર્ડ બનાવવા માટે ભારતનાં નાગરિક હોવુ જરુરી છે
અરજદાર પાસે કોઇ પણ અન્ય રેશન કાર્ડ ના હોવુ જોઈએ
અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
18 વર્ષની ઓછી ઉંમરનાં બાળકોનાં નામ માતા-પિતાનાં રેશન કાર્ડમાં સામેલ કરવામાં આવે છે
રેશન કાર્ડ પરિવારનાં મોભીનાં નામે હોય છે
રેશન કાર્ડમાં સામેલ સભ્યોનાં મોભી સાથે સંબંધ હોવો જરુરી છે

સંકળાયેલા મુદ્દાઓ

Common man Government India Ration card ઈન્ડિયા કોમન મેન નાગરિકો રેશન કાર્ડ સરકાર ration card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ