Team VTV05:57 PM, 07 Jun 19
| Updated: 04:26 PM, 08 Jun 19
તમારો પોતાનો કામ-ધંઘો શરૂ કરવા માટે વિચારી રહ્યા છો, તો આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝી પણ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.
તમે આધાર કેન્દ્ર પર દરરોજ નવા કાર્ડ બનાવી અથવા તો તેમાં સુધારા-વધારા કરીને સારી કમાણી કરી શકો છો. આ કેન્દ્રો પર પ્રતિ 25-35 રૂપિયા કમાઇ શકો છો. જોકે આ માટે આધાર કાર્ડની ફેન્ચાઇઝી લેવી પડે છે, જેના માટે આ પ્રક્રિયાને તમે ફૉલો કરી શકો છો.
- ફ્રેન્ચાઇઝી લેવા માટે સૌપ્રથમ એક પરીક્ષા આપવી પડે છે. સુરપવાઇઝર અથવા ઑપરેટરે આ માટે યુનિક આઇડેન્ટિફિકેશ ઓથોરિટી (UIDAI) સર્ટિફિકેટ માટે પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે છે.
- પરીક્ષા પાસ કર્યા પછી વ્યકિતને આધાર એનરોલમેન્ટ તથા બાયોમેટ્રિક બનાવવા માટે સત્તાવાર પરવાનગી મળી જશે. પરંતુ જો તમે ફ્રેન્ચાઇઝી સરકાર દ્વારા લેવા માગો છો તો કોમન સર્વિસ સેન્ટર (CSC) પર રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે.
- CSCનાં રજિસ્ટ્રેશન માટે નક્કી કરેલા ધોરણો પાર કરવાં પડે છે. સંબંધિત વેબસાઇટ પર જઇને તેનાથી જોડાયેલી યોગ્યતાનું પ્રમાણ જાણી શકાય છે.
- ફોર્મ ભરવા માટે CSCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. જ્યાં 'ઈન્ટ્રેસ્ટેડ ટૂ બિકમ અ CSC'નો વિકલ્પ મળશે. હવે ત્યાં CSC રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારો આધાર નંબર નાખો.
- આગળ ઓથેન્ટિકેશનનો વિકલ્પ મળશે. ત્યારબાદ પ્રોસીડનું બટન દબાવવાનું રહેશે. હવે વ્યક્તિના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. આ નંબર સબમિટ કર્યા પછી પ્રક્રિયા પૂરી થઈ જશે અને આવેદન કરનાર વ્યક્તિને આધારની ફ્રેન્ચાઇઝી થોડા દિવસોમાં મળી જશે.