ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / know about reserve bank master circular for credit and debit card

તમારા કામનું / ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ હોય તો ખાસ જાણી લેજો! RBIએ જાહેર કર્યા નવા નિયમો

Published By: Jaydeep Shah

Last Updated: 12:28 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડનાં માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યા છે.જાણો આ વિષે વિગતવાર

ADVERTISEMENT

  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડનાં માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યા
  • RBIની અનુમતિ વગર NBFC ડેબિટ કાર્ડ જાહેર નહીં કરી શકે 
  • માત્ર 2 NBFC ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકશે 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડનાં માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડનાં માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યા છે. આ સર્ક્યુલર અનુસાર, હવે રૂરલ બેન્ક પણ કાર્ડ જાહર કરી શકે છે. જોકે આ માટે રૂરલ બેન્કે સ્પોન્સર બેન્ક સાથે કરાર કરવો પડશે. જો અર્બન કો ઓપરેટીવની ફાઈનાન્સિયલ કંડીશન મજબૂત છે, તો તેઓ પણ ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકે છે. જાણકારોનું કહેવું છે કે માસ્ટર સર્ક્યુલર એ વાતનો સંકેત આપી રહ્યું છે કે રિઝર્વ બેન્ક આવનાર દિવસોમાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ એટલે કે NBFCsને પણ ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની અનુમતિ આપી શકે છે. જો કોઈ એનબીએફસી ક્રેડિટ કાર્ડ જાહેર કરવા માંગે છે, તો તેણે રિઝર્વ બેન્કની મજૂરી લેવી જરુરી છે. 

રિઝર્વ બેન્કનું નવું સર્ક્યુલર બધી શેડ્યુલ કમર્શિયલ બેન્ક, સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક, ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક, નોન બેન્કિગ ફાઈનાન્સિયલ કંપનીઝ પર લાગૂ પડે છે. જોકે પેમેન્ટ બેન્ક પર રીઝર્વ બેન્કનો આ નિયમ લાગૂ નહીં પડે. 

RBIની અનુમતિ વગર NBFC ડેબિટ કાર્ડ જાહેર નહીં કરી શકે 
રિઝર્વ બેન્કે 21 એપ્રિલનાં રોજ જાહેર કરેલા સર્ક્યુલરમાં કહ્યું છે કે એનબીએફસીને ક્રેડિટ કાર્ડ બીઝનેસ શરુ કરતા પહેલા આરબીઆઈની અનુમતિ લેવી પડશે. આ માટે એનબીએફસી પાસે પોતાની 100 કરોડનું ફંડ હોવું જરૂરી છે. રિઝર્વ બેન્કની અનુમતિ વગર એનબીએફસી ક્રેડિટ કાર્ડ તો દૂરની વાત છે, ડેબિટ કાર્ડ પણ જાહેર કરી શકે નહીં. 

ગ્રામીણ બેંક પણ ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકે છે 
ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક સ્પોન્સર બેન્ક સાથે મળીને ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકે છે. જો અર્બન કો ઓપરેટીવની ફાઈનાન્સિયલ સ્થિતિ મજબૂત છે, તો તે પણ ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકે છે. જોકે આ માટે 100 કરોડનું મિનીમમ નેટવર્થ જરૂરી છે. આ ઉપરાંત, અમુક શરતોનું પાલન પણ જરૂરી છે. 

મલ્ટીપલ ચાર્જ માટે વિગતવાર જણાવવું પડશે 
ક્રેડિટ કાર્ડ યૂઝર્સની એક ફરિયાદ હંમેશા રહે છે કે તેમને ચાર્જ સંબંધિત ઉચિત જાણકારી મળી શક્તિ નથી. આવામાં ગ્રાહકોનાં હીતની રક્ષા કરવા માટે રિઝર્વ બેન્કએ પારદર્શિતા વધારવા પર ફોકસ કર્યું છે. સર્ક્યુલર અનુસાર, ક્રેડિટ કાર્ડ જાહેર કરનારે વાર્ષિક ચાર્જ વિષે વિગતવાર જાણકારી શેર કારવી પડશે. રિટેલ પર્ચેઝ, બેલેન્સ ટ્રાન્સફર, મિનિમમ પેમેન્ટ ન કરવા પર, લેટ પેમેન્ટ ફીસ સહીત અન્ય પ્રકારના ચાર્જ વિષે કાર્ડ ઇશ્યૂઅરને જાણકારી આપવી પડશે. 

કાર્ડ હોલ્ડરને નહીં આપી શકાય ધમકી 
ક્રેડિટ કાર્ડ ઇશ્યૂઅરને એમ પણ કહેવામાં આવ્યું છે કે કસ્ટમરની મરજી વગર કાર્ડની લિમિટ ન વધારવામાં આવે. આ ઉપરાંત, કાર્ડને અપગ્રેડ નહીં કરાવવામાં આવે. ક્રેડિટ કાર્ડ કંપની આગાહી માટે જ્યારે થર્ડ પાર્ટીને હાયર કરે છે, તો તેઓ કસ્ટમરને ધમકાવી નહીં શકે. 

માત્ર 2 NBFC ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકશે 
જાણકારોનું કહેવું છે કે હાલમાં માત્ર 2 એનબીએફસી એવી છે, જેમનો ક્રેડિટ કાર્ડ બીઝનેસ છે. એસબીઆઈ કાર્ડ્સ અને બોબકાર્ડ લિમિટેડ. રિઝર્વ બેન્કના નવા આદેશ બાદ બજાજ ફાઈનાન્સ જેમકે એનબીએફસી પોતાનું ખુદનું ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકે છે. હાલમાં બજાજ ફાઈનાન્સ કો બ્રાંડ ક્રેડિટ કાર્ડ જાહેર કરે છે. વર્તમાનમાં આ એનબીએફસી બાય નાઉ પે લેટર વિકલ્પનાં માધ્યમથી ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India RBI આરબીઆઈ ઇન્ડિયા RBI

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ