બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:10 PM, 25 December 2020
ADVERTISEMENT

અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની એક સિક્યોરીટી સ્કિમ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને 1 હજારથી પાંચ હજાર સુધી પ્રતિ મહિનો પેન્શન આપે છે.
ADVERTISEMENT
18 થી 40 વર્ષની ઉંમરનો કોઇ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં અકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનાની સૌથી સારી વાત છે કે જલ્દી આ યોજનામાં નિવેશ કરાવશો તેટલુ જ પંડ જમા થશે.

ADVERTISEMENT
કરોડો લોકોએ લીધો લાભ
અટલ પેન્શન યોજનાના સદસ્યોની સંખ્યા 2.4 કરોડથી વધી ગઇ છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 260 એપીવાય સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા 17 લાખથી વધુ એપીવાય ખાતા ખોલવામાં આવ્યા હતા. 20 ઓગસ્ટ 2020 સુધી અટલ પેન્શન યોજનાના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2.4 કરોડને પાર થઇ ગઇ હતી. જાણકારી અનુસાર અંશધારકોની સંખ્યા વર્ષના આધાર પર આ વર્ષે ઓક્ટોબરના અંતમાં 34.51 ટકા વધીને 2.45 કરોડ સુધી પહોંચી ગઇ છે.ચ જે 2019માં 1.82 કરોડ હતી.
અટલ પેન્શન યોજનાના ફાયદા
અટલ પેન્શન યોજના હેઠળ માત્ર જીવતા જ નહી પરંતુ મર્યા બાદ પણ પરિવારને મદદ મળતી રહે છે. જો 42 રૂપિયાથી તમે શરૂ કરો છો તો 60 વર્ષની ઉંમરમાં 1 હજાર રૂપિયા મહિને તમને મળશે. જો તમે 210 રૂપિયા કોન્ટ્રીબ્યુશન હશે તો દર મહિને 5 હજાર રૂપિયા મળશે. બસ આ યોજનામાં ઇનવેસ્ટ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઇએ.
ADVERTISEMENT

મોત બાદ પણ મળશે ફાયદો
જો 60 વર્ષ પહેલા આ યોજનાથી જોડાયેલા કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો તેની પત્ની કે ઘરનું સદસ્ય આ યોજનામાં પૈસા ભરીને 60 વર્ષ બાદ પેન્શન મળી શકે છે. અથવા તો પતિની મોત બાદ એક સામટી રકમ પણ માંગી શકે છે.
ADVERTISEMENT
પેન્શન નિયામક પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સાર્વજનિક ક્ષેત્રની શ્રેણી હેછળ ચાલુ વર્ષમાં એસબીઆઇએ સૌથી વધારે એપીવાય ખાતા ખોલ્યા છે. જ્યારે પ્રાઇવેટ બેન્કમાં એક્સિસ, આરબીઆઇ જેવી બેંકમાં પણ ખાતા ખોલાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.