બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / karwa chauth 2022 take care of these things so you dont feel thirsty

Tips / કરવા ચોથ પર જો તરસ લાગે તો અપનાવો આ 8 ટ્રિક્સ, મળશે થોડી રાહત

Arohi

Last Updated: 11:49 AM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરવા ચોથના વ્રતમાં મહિલાઓ ચંદ્રના દર્શન કર્યા વગર પાણી પણ નથી પીતી. જોકે પાણી વગર આખો દિવસ રહેવું સરળ કામ નથી. તો આ ટ્રિક્સ તમને દિવસભર તરસનો અહેસાસ નહીં થવા દે.

  • આજે પતિની લાંબી ઉંમર માટે પત્નીઓ કરે છે વ્રત 
  • કરવા ચોથમાં ચંદ્ર દર્શન પહેલા પાણી પણ નથી પીવાતું 
  • આ ટ્રિક્સને ફોલો કરી તમે તરસમાં મેળવી શકો છો રાહત 

આ વર્ષે કરવા ચોથ 13 ઓક્ટોબર એટલે કે આજે છે. આ વ્રત નિર્જળા હોય છે. જેમાં મહિલાઓ ચંદ્ર દર્શન પહેલા પાણી પણ નથી પીતી. જોકે વગર પાણીએ આખો દિવસ ભૂખ્યા રહેવું એટલું સરળ નથી. સાંજ થતા થતા તો ઘણી મહિલાઓની હાલત ખરાબ થઈ જાય છે. 

હકીકતે મહિલાઓ કરવા ચોથના વ્રતમાં પોતાની લાઈફસ્ટાઈલ સામાન્ય દિવસની જેમ જ રાખે છે જેના કારણે તેમના આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે તેમ પણ ઈચ્છો છો કે તમને આવી કોઈ મુશ્કેલીઓ ન થાય અને તમે સારી રીતે અને એનર્જેટિક રીતે વ્રત કરી શકો તો આ ટિપ્સ જરૂર ફોલો કરો. 

તડકાનમાં ના જાવ 
કરવા ચોથનું વ્રત કરીને તાપમાં જવાનું ટાળો. તાપથી તમારા શરીરનું તાપમાન વધશે અને તમને તરસ લાગશે. જો કોઈ કામ માટે બહાર નિકળ્યા છો તો 10 વાગ્યા પહેલા ઘરે આવી જાવ અથવા 3 વાગ્યા પછી નીકળો. 

શરીરના તાપમાનને ઓછુ રાખો 
કરવા ચોથ પર તમે ઓફિસ જાવ છો કે ઘરેથી કામ કરો છો તે શરીરના તાપમાનને વધવા ન દો. એવીમાં કે હવા આવતી હોય તેવી જગ્યા પર કામ કરો. 

વધારે મહેનત વાળુ કામ ન કરો 
નિર્જળા વ્રતમાં પ્રયત્ન કરો કે તમે કોઈ પણ મહેનત વાળુ કામ ન કરો. જેનાથી થાક લાગે. થાક લાગવા પર તમને ભૂખ અને તરસ બન્ને લાગશે. 

વધારે તરસ લાગે તો નહાઈ લો 
શરીરનું તાપમાન વધવાના કારણે કોઈ પણ મનુષ્યને તરસ લાગે છે. માટે જો તમને વધારે ગરમી લાગી રહી છે તો ઠંડા પાણીથી નહાઈ લો તેનાથી તરસનો એહેસાસ નહીં થાય. 

સરગીમાં આ વસ્તુઓનું કરો સેવન 
સરગીમાં કંઈક એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં વધારે પ્રમાણમાં પાણી હોય. જેનાથી દિવસ ભર એનર્જેટિક રહેવાય છે અને તરસ નથી લાગતી. તમે દહીં, શરબત, ખીરા કાકડ  જેવી હેલ્દી વસ્તુઓનું સેવન કરી શકો છો. 

મોઢાથી શ્વાસ ન લો 
જ્યારે તમે મોઢાથી શ્વાસ લો છો તો હવા તમારા ગળાને સુકુ કરી દે છે. આવી સ્થિતિમાં તમને વધારે તરસ લાગશે. માટે મોઢાથી શ્વાસ ન લો. 

પોતાને વ્યસ્ત રાખો 
કરવા ચોથ પર જો તમે ઓફિસ જઈ રહ્યા છો તો વધારેમાં વધારે સમય કામમાં પસાર કરો. પરંતુ ઘરે રહેતી મહિલાઓએ પોતાને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખવું જોઈએ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ