બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Karnataka High Court's decision on the Board Exam issue has been stayed by the 'Supreme', know the matter
Last Updated: 05:43 PM, 8 April 2024
સુપ્રીમ કોર્ટે બોર્ડની પરીક્ષાને લઈને કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. કર્ણાટક હાઈકોર્ટે ધોરણ 5મા, 8મા, 9મા અને 11મા ધોરણ માટે બોર્ડની પરીક્ષાઓ યોજવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ પછી, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને ચુકાદો આવ્યો કે આ વર્ગો માટે બોર્ડ પરીક્ષાઓનું આયોજન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત છે. આનાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પર પણ દબાણ આવશે. ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને પંકજ મિથલની ખંડપીઠે એવો પણ આદેશ આપ્યો હતો કે કોઈપણ શાળા દ્વારા જાહેર કરાયેલ બોર્ડ પરીક્ષાના પરિણામો હાલ પૂરતું બહાર નહીં આવે.
ADVERTISEMENT
સુનાવણી દરમ્યાન શું કહ્યું સુપ્રીમ કોર્ટની બેન્ચે ?
સુનાવણી દરમિયાન, બેન્ચે કહ્યું કે રાજ્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા અને વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા, શિક્ષકો અને શાળા મેનેજમેન્ટને મુશ્કેલીમાં મુકી રહ્યુ છે. . કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આવી પરીક્ષાઓના પરિણામોનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવશે નહીં અને વાલીઓને પણ તેની જાણ કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી
કોર્ટે નોંધાયેલ અનએઇડેડ પ્રાઇવેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને આ બોર્ડની પરીક્ષા ન લેવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નિર્ણયમાં કોર્ટે કહ્યું કે કર્ણાટક હાઈકોર્ટનો આદેશ પ્રાથમિક દ્રષ્ટિએ આરટીઈ એક્ટ અનુસાર નથી. અરજદારે કર્ણાટક હાઈકોર્ટના 22 માર્ચના આદેશને પડકાર્યો છે, જેણે રાજ્ય સરકારને ધોરણ 5, 8, 9 અને 11 ની બોર્ડ પરીક્ષાઓ સાથે આગળ વધવાની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
22 માર્ચે, કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કર્ણાટક સરકારને રાજ્ય અભ્યાસક્રમ હેઠળ વર્ગ 5, 8 અને 9 માટે બોર્ડની પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપતા સિંગલ જજની બેન્ચના આદેશને બાજુ પર રાખ્યો હતો. વાસ્તવમાં, સિંગલ બેન્ચે બોર્ડની પરીક્ષાઓ રદ કરવાના સરકારના આદેશને રદ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે તેની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
કર્ણાટક હાઈકોર્ટે શું કહ્યું?
કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને પરીક્ષા પ્રક્રિયા જ્યાંથી અટકાવી હતી ત્યાંથી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. દરમિયાન, સુનાવણીના સમયે, ધોરણ 11 બોર્ડની પરીક્ષાઓ પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હતી. હાઈકોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે આગામી વર્ષો માટે બોર્ડની પરીક્ષાઓ યોજતા પહેલા રાજ્ય સરકાર તમામ હિતધારકો સાથે પરામર્શ કરશે. જો કે, રજિસ્ટર્ડ અનએઇડેડ પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશને હાઇકોર્ટની ડિવિઝન બેંચના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.