બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Kandhal Jadeja convicted of escaping from police custody in 2007

BIG BREAKING / 2007માં પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં કાંધલ જાડેજા દોષિત જાહેર, જાણો શું હતો સમગ્ર કેસ

Dhruv

Last Updated: 03:41 PM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2007માં શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના ગુનામાં કાંધલ જાડેજાને દોષિત જાહેર.

  • પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં કાંધલ જાડેજા દોષિત
  • રાજકોટની JMFC કોર્ટે  કાંધલ જાડેજાને દોષિત જાહેર કર્યા
  • NCPના ધારાસભ્ય છે કાંધલ જાડેજા

રાજકોટ JMFC કોર્ટ દ્વારા કાંધલ જાડેજાને દોષિત જાહેર કરાયા છે. વર્ષ 2007માં વિદ્યાનગર મેઇન રોડ પરની શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના ગુનામાં કાંધલ જાડેજાને દોષિત જાહેર કરાયા છે. નોંધનીય છે કે, 4 પોલીસકર્મી, 3 ડોકટરો સહિત 14 શખ્સો સામે કેસ ચાલતો હતો.

જાણો શું હતો સમગ્ર મામલો?

પોરબંદરમાં હત્યા કરવાના આરોપસર જે તે સમયે રાજકોટ જેલમાં રખાયેલા કાચા કામના કેદી કાંધલ જાડેજા (હાલ ધારાસભ્ય) રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. 2009માં ફરી પકડાયેલા કાંધલ જાડેજાના રિમાન્ડ મેળવવા મુદ્દે પાંચ વર્ષથી ચાલી રહેલા કાનૂની જંગમાં અદાલતે પોલીસે રિમાન્ડ માટે કરેલી રિવિઝન અરજી મંગળવારે રદ કરી હતી.

રાજકોટ જેલમાંથી સારવાર માટે મનહર પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ કાંધલ જાડેજાના જાપ્તા માટે રખાયેલી પોલીસ પાર્ટી સાથે સાઠગાંઠ રચીને ભાગી ગયા હતા. ફરાર કાંધલ જાડેજા 2009માં મહારાષ્ટ્રમાંથી ઝડપાઇ જતા તેઓને 15 દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે રિમાન્ડની માંગણી રદ કરતા પોલીસે નીચેની કોર્ટના રિમાન્ડ રદ કરવાના હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

બચાવપક્ષના વકીલ અભય ભારદ્વાજ, ધીરજભાઇ પીપળિયાએ પોલીસ સેશન્સ કોર્ટમાં રિવિઝન કરી શકે એવો વાંધો ઉઠાવી આરોપીએ પોતાને રિમાન્ડ પર સોંપવાના હુકમને હાઇકોર્ટમાં પડકારવો પડે તે રીતે રિમાન્ડની માંગણી રદ થાય તો પોલીસે પણ હુકમને હાઇકોર્ટમાં પડકારવો પડે તેવો કાનૂની મુદ્દો ઉઠાવ્યો હતો. મેટરમાં હાઇકોર્ટની બેંચે 30 એપ્રિલ, 2009માં એવો ચુકાદો આપ્યો હતો કે આરોપીને રિમાન્ડ પર સોંપવાના હુકમને પોલીસ સેશન્સ કોર્ટમાં પડકારી શકે છે.

ત્યાર બાદ કાંધલના રિમાન્ડ અંગે પોલીસની રિવિઝન સેશન્સ કોર્ટમાં અંતિમ સુનાવણીમાં સેશન્સ કોર્ટે રિમાન્ડની અરજી રદ કરતા ઠરાવ્યું હતું કે ઇન્વેસ્ટિગેશન પૂરું થઇ ગયું છે, ગુનાનું કોગ્નિઝન્સ લેવાઇ ગયું છે. તેવા સંજોગોમાં રિમાન્ડના પાવર વાપરી શકે નહીં.

જાણો કાંધલ જાડેજા સામે શું છે કેસ?

  • વર્ષ 2005માં કાંધલની કેશુ ઓડેદરાની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ હતી
  • પોલીસ કસ્ટડીમાંથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
  • રાજકોટની શિવાની હોસ્પિટલમાં દાખલ હતા કાંધલ જાડેજા
  • 5 એપ્રિલ 2007ના ફરાર થયા હતા કાંધલ જાડેજા
  • પોલીસ જાપ્તાને થાપ આપીને વર્ષ 2007માં ફરાર થઈ ગયા હતા
  • 2 વર્ષ પોલીસની દોડધામ બાદ 2009માં પુણે નજીકથી તેની ફરી ધરપકડ કરાઈ હતી
  • 4 પોલીસકર્મી, 3 તબીબ સહિત 14 શખ્સો સામે કેસ ચાલતો હતો
  • સાબરમતી જેલમાં રાખ્યા બાદ તેને 2006માં રાજકોટ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા
  • રાજકોટમાં જેલવાસ દરમિયાન વારંવાર કાંધલ જાડેજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં હતા
  • હવે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા દોષિત ઠેરવાયા છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ