બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Kalitili is a village in Gujarat where prostitution business has started

વાડિયા ગામ / ગુજરાતનું એવું ગામ જ્યાં દેહવ્યપારના ધંધાની લાગી છે કાળીટીલી, બદનામ ગામના ભવિષ્યને સુધારવાનો સરાહનીય પ્રયાસ, વાંચીને વખાણશો

Vishal Khamar

Last Updated: 12:02 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાડિયામાં માટે કહેવાય છે કે, પહેલા આ ગામમાં ફક્ત દેહ વ્યાપાર સિવાય કોઈ જ અન્ય ધંધો ન હતો. સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રયાસ થકી લોકોને શિક્ષણ તરફ લઈ જઈને ગામ પર લાગેલ દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

  • ભૂતકાળને ભૂલાવી ભવિષ્યને સુધારવાનો પ્રયાસ
  • બદનામ ગામના ભવિષ્ય સુધારવાનો પ્રયાસ
  • સામાજીક સંસ્થાઓએ ઉઠાવી શિક્ષણની જવાબદારી

વાડિયામાં માટે કહેવાય છે કે, પહેલા આ ગામમાં ફક્ત દેહ વ્યાપાર સિવાય કોઈ જ અન્ય ધંધો ન હતો. પરંતુ સેવાભાવિ સંસ્થા દ્વારા દેહવેપારની કાળી ટીલી ભૂસવા શિક્ષણનો ભેખ ધરવામાં આવી રહ્યો છે. જેની મદદે સામાજિક સંસ્થાઓ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  શિક્ષણ સંસ્થામાં વાડિયા ગામની અનેક દીકરીઓ અને દીકરાઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ત્યારે કેવી રીતે શિક્ષણનો ભેખ ઘપાવીને બાળકોને શિક્ષિત કરવામાં આવી રહ્યા છે. 

સૂર્યશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઇન્સ્યોરન્સ નામની સંસ્થા આગળ આવી છે

50 દિકરાદીકરીઓના મમ્મી બનીને શિક્ષણ આપી રહ્યા છે
આઝાદીના આટલા વર્ષો બાદ થરાદ તાલુકાનું  વાડિયા  ગામ દેહ વ્યાપાર માટેની કાલી ટીલી ભૂંસાઈ નથી. પરંતુ સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સસ્થાઓના પ્રયાસ થકી  દેહવ્યાપાર સાથે સંકળાયેલ લોકો શિક્ષણ તરફ જઈને ગામ પર લાગેલ દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત વાડિયા ગામ ના ઉથાન માટે અને દેહવ્યાપાર બંધ થાય એ માટે થરાદના શારદા બેનના પ્રયત્ન પણ સરાહનીય છે. આજે પણ પોતાની હોસ્ટેલમાં વાડિયાના 50 બાળકો ને શિક્ષણ આપી રહ્યા છે. તેઓ 50 દિકરાદીકરીઓના મમ્મી બનીને શિક્ષણ આપી રહ્યા છે. આજે 50 બાળકોના શિક્ષણ માટે તેમની હોસ્તેલમાં શિક્ષણના ભેખ થકી બાળકોને દેહવ્યાપાર દૂર નીકળીને શિક્ષણ થકી ગામમાં પરિવર્તન લાવવાના સફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે,જેને હવે ગ્રામજનો સહયોગ આપીને  નવી કેડી કંડારી રહ્યા છે. દલાલોના ચુંગાલમાંથી અહીંની દીકરીઓને છોડાવવી જરા પણ સરળ નથી, પરંતુ છતાં આ મા-દીકરીએ આ ભગિરથ કામ કર્યું છે. આનો શ્રેય તો શારદાબેન અને તેમના જ પદચિન્હો પર ચાલતી તેમની દીકરી માનસીને જાય છે, જેમણે અહીંની દીકરીઓને ભણાવવાનું એક મોટું મિશન શરૂ કર્યું છે.

લોકોમાં જાગૃતિ લાવતા આ ગામ હવે પરિવર્તન તરફ જઈ રહ્યું છે
સરકાર અને તંત્રએ કડક નજર કરતા અને સામાજિક સંગઠનો સ્થાનિકો લોકોમાં જાગૃતિ લાવતા આ ગામ હવે પરિવર્તન તરફ જઈ રહ્યું છે. સમાજ અને ગામને શિક્ષિત દીકરીઓ અપીલ કરતા જૂનો વ્યવસાય છોડી ને દીકરીઓને શિક્ષણ આપવાની હિમાયત કરી રહી છે. જેની માટે  શિક્ષણનું યોગદાન માટે હવે  અમદાવાદના સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે. આવો પ્રયત્ન શરદાબેન શાળામાં અભ્યાસ કરતા 50 બાળકો માટે  સૂર્યશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઇન્સ્યોરન્સ નામની સંસ્થા આગળ આવી છે. આ સેવાભાવી  સંસ્થાએ 50 બાળકોના 10 વર્ષ માટેના શિક્ષણ,રહેણીકરણી માટે જહેમત ઉઠાવીને શિક્ષિત સમુદાય માટે વાડિયાના નાના બાળકો આગળ આવે તેબી દિશા નિદેશ કર્યો છે. એટલા માટે આ સંસ્થા દ્વારા તેમના સામાજિક સંસ્થા સાથે જોડયાયેલા બાળકોના હાથે વાડિયાથી આવેલા બાળકોને શિક્ષણ માટેની કીટ આપીને બધા બાળકો એક સમાન છે,તેવો સદેશ આપ્યો છે. સેવા ભાવિ સંસ્થા દ્વારા શિક્ષણ માટેની કીટ સાથે શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી સમાજમાં શિક્ષણની તાકાતનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે બાળકો સાથે નવા જન્મ બાળક જન્મદિવસ ઉજવણી કરીને શિક્ષણ માટે આગળ વધવાની પેરણા પણ આપી છે.

અર્પિતા શાહ (ટ્રસ્ટી, સુર્યશોભા વંદના ફાઉન્ડેશન)

વાડિયા ગામના  250 પરિવારમાં 700 જેટલા લોકો રહે છે
વાડિયા ગામના  250 પરિવારમાં 700 જેટલા લોકો રહે છે,વર્ષોથી ગામ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતું. અહીંયા દીકરીઓ યુવાન થતાની સાથે જ દેહવ્યાપારમાં લાગી જાય છે. આ જ કારણે વાડિયા ગામ બદનામ થયેલ હતું પણ સમય જતાં સરકાર સંગઠન અને સમાજસેવી સંસ્થાઓના પ્રયત્ન થકી બદનામ ગામની દશા અને દિશા બદલાઈ ગઈ છે. હવે શિક્ષણ આપીને દીકરા દીકરી શિક્ષણ થકી નવી કેડી કડારે તે દીશમાં સેવાબજાવી સંસ્થા બાળકોની ઘડતર કરી રહી છે,ત્યારે આશા રાખીએ શિક્ષણ થકી વાડિયા ગામનું નાગરિકોની ભાવિ પેઢીના  જીવનમાં પરિવર્તન આવે અને દેહવ્યાપરનું દુષણ નાબૂદ થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ