બ્રેકિંગ ન્યુઝ
CBIએ દારુ કૌભાંડના આરોપી બીઆરએસ નેતા કે.કવિતાને લઇને મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું કે કવિતાએ અરવિંદો ફાર્માના પ્રમોટર શરથ ચંદ્ર રેડ્ડી પર આમ આદમી પાર્ટીને 25 કરોડ રૂપિયા ચૂકવવા માટે દબાણ કર્યું હતું. કવિતાએ શરથ રેડ્ડીને ધમકી આપતા કહ્યું હતું કે જો તે દિલ્હીની નવી દારૂ નીતિ હેઠળ 5 રિટેલ ઝોન ઇચ્છે છે, તો તેણે આપને 25 કરોડ રૂપિયા ચૂકવવા પડશે અને જો તે આવું નહીં કરે તો તે તેલંગાણા અને દિલ્હીમાં તેના ધંધાને નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
સીબીઆઈએ શું શું ખુલાસા કર્યાં
સીબીઆઈએ જસ્ટીસ કાવેરી બાવેજાને જણાવ્યું હતું કે તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની "વિનંતી અને ખાતરી" પર જ સરથ રેડ્ડીએ દિલ્હીમાં દારૂના ધંધામાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો. વિજય નાયર સાઉથ ગ્રુપ અને એએપી વચ્ચેનો સામાન્ય સંપર્ક હતો. કવિતાએ શરથ રેડ્ડીને ખાતરી આપી હતી કે દિલ્હી સરકારમાં તેના સંપર્કો છે અને તે નવી એક્સાઇઝ પોલિસી હેઠળ દિલ્હીમાં દારૂના ધંધામાં રેડ્ડીની મદદ કરશે. "કવિતાએ શરથચંદ્ર રેડ્ડીને કહ્યું હતું કે દિલ્હીમાં જથ્થાબંધ દારૂનો ધંધો કરવા માટે તેણે આમ આદમી પાર્ટીને 25 કરોડ રૂપિયા અને દરેક રિટેલ ઝોન માટે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અને તેટલી જ રકમ રેડ્ડીએ તેના સહયોગીઓ અરુણ આર.પિલ્લઇ અને અભિષેક બોઇનપલ્લીને ચૂકવવી પડશે. બદલામાં, આ બંને વિજય નાયરના સંપર્કમાં આવશે, જે અરવિંદ કેજરીવાલના માણસ છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે માર્ચ અને મે 2021માં, જ્યારે આબકારી નીતિ ઘડવામાં આવી રહી હતી, ત્યારે કવિતાના સાથીઓ અરુણ આર પિલ્લઇ, અભિષેક બોઇનપલ્લી અને બુચીબાબુ ગોરન્ટલા દિલ્હીની હોટલ ઓબેરોયમાં રોકાયા હતા અને વિજય નાયર દ્વારા દારૂની નીતિ તેમની તરફેણમાં મેળવી હતી. કવિતા પાસેથી સમર્થનની ખાતરી મળ્યા પછી, ઓરોબિંદો રિયાલિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે માર્ચ 2021 માં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ તેની એનજીઓ તેલંગાણા જાગૃતિને 80 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
કવિતાએ ખેતીની જમીન વેચવા પણ કર્યું હતું દબાણ
સીબીઆઈના જણાવ્યા અનુસાર, તેની તપાસમાં વધુ ખુલાસો થયો છે કે જૂન-જુલાઈ 2021 માં કવિતાએ શરથ ચંદ્ર રેડ્ડીને તેલંગાણાના મહાબુબ નગરમાં સ્થિત એક ખેતીની જમીન માટે તેને વેચાણથી આપવા દબાણ કર્યું હતું જો કે, રેડ્ડી ઉપરોક્ત ખેતીની જમીન ખરીદવા માટે ઉત્સુક ન હતા. તેઓને ઉપરોક્ત જમીનના મૂલ્ય વિશે પણ જાણ નહોતી. સીબીઆઈએ રેડ્ડીના નિવેદનને ટાંકીને કોર્ટને જણાવ્યું હતું કે, "કવિતાએ તેને જમીનના બદલામાં 14 કરોડ રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું અને જુલાઈ 2021 માં ઓરોબિંદો ગ્રુપ હેઠળ નોંધાયેલી કંપનીઓમાંની એક માહિરા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેચાણ કરાર કરવા દબાણ કર્યું હતું. સીબીઆઇના જણાવ્યા અનુસાર શરથ રેડ્ડી વતી કે કવિતાને બે શાખાઓમાં બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા 14 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જુલાઈ, 2021 માં 7 કરોડ રૂપિયા અને નવેમ્બર 2021 ના મધ્યમાં 7 કરોડ રૂપિયા. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે નવેમ્બર અને ડિસેમ્બર, 2021 માં, કવિતાએ શરથ રેડ્ડીને દિલ્હીમાં તેને ફાળવવામાં આવેલા પાંચ રિટેલ ઝોન માટે 5 કરોડ રૂપિયા પ્રતિ ઝોનના દરે 25 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.